ETV Bharat / bharat

ટ્રમ્પે બોલિવૂડના કર્યા વખાણ, 'ડીડીએલજે' અને 'શોલે' ફિલ્મને ગણાવી અદ્દભૂત - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે

ભારતની મુલાકાતે અમદાવાદ પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિએ બોલિવૂડની પ્રશંસા કરી હતી. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'શોલે'નો ઉલ્લેખ કરી બોલિવૂડની દુનિયાભરના મહત્વનું વર્ણન કર્યું હતું.

ટ્રમ્પે બોલિવૂડના કર્યા વખાણ, 'ડીડીએલજે' અને 'શોલે' જેવી ફિલ્મ અદભૂત છે

author img

By

Published : Feb 24, 2020, 11:21 PM IST

અમદાવાદ: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડના વખાણ કર્યા હતા. બોલિવૂડ, જે દર વર્ષે લગભગ 1000 ફિલ્મોનું નિર્માણ કરે છે. આ ફિલ્મોને વિશ્વમાં જોવાઇ રહી છે અને પોતાના ભાષણમાં 'ડીડીએલજે' અને 'શોલે' જેવી ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હતો.

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, 'દુનિયાભરના લોકો ભાંગરા, સંગીત, ડાન્સ, રોમાંસ અને નાટક... અને ડીડીએલજે અને શોલે જેવી ભારતીય શાસ્ત્રીય ફિલ્મો જોઇને લોકોને આનંદ આવે છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાનું ભાષણમાં કહ્યું, 'આ દેશમાં દર વર્ષે લગભગ 2000 જેટલી પ્રતિભાથી ભરપુર ફિલ્મો બનાવવામાં આવે છે, જેને બોલીવૂડ તરીકે ઓળખવામાં આવે છે.

ટ્રમ્પે શાહરૂખ ખાન સ્ટારર સુપરહિટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને અમિતાભ બચ્ચન સ્ટારર બ્લોકબસ્ટર 'શોલે'નું ઉદાહરણ આપ્યું, જે 1995 માં રજૂ કરવામાં આવી હતી.

2015માં ભારતની મુલાકાત પહેલા જ કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની જીભ પર 'ડીડીએલજે' આવી હોય તેવું પહેલી વાર નથી થયું, તે પહેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 'ડીડીએલજે' ના લોકપ્રિય ડાયલોગનો ઉપયોગ કરીને કહ્યું હતું કે, સેનોરિટા બડે બડે દેશો મેં.....તમને ખબર છે ને તેનો શું અર્થ છે.

તાજેતરમાં એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં અભિનેતા વરૂણ ધવન ટ્રમ્પને 'બાળપણનો મિત્ર' ગણાવી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પર કોમેડી કરતી વખતે અભિનેતાએ તેના મિત્ર અને અભિનેતા શિરાઝ પટેલ સાથે એક વીડિયો બનાવ્યો.

જેમાં તે પોતાની વેનીટી વાનની બહાર ઉભો છે અને કોમેડી અંદાઝમાં બોલી રહ્યો છે અને તે જ વાર્તાલાપમાં તે કહે છે 'ખબર છે ... બાળપણના મિત્ર છે મારા...' જો કે અભિનેતાએ ટૂંક સમયમાં જ વીડિયોને ડિલીટ કરી દીધો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.