- શશિ થરુરના પુસ્તક દ બેટલ ઓફ બિલોગિંગનું વિમોચન કરવામાં આવ્યું
- હિદુત્વની સફળતાનો અર્થ એટલે ભારતીય નિશ્ચયનો અંત
- હિન્દુત્વ એ ધર્મ નથી, રાજનૈતિક સિદ્ધાંત છે
- હિન્દુત્વની ચળવળમાં જે નિવેદનો કરવામાં આવે છે, તેમાં કટ્ટરતાનો સ્વર જોવા મળે
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે હિન્દુત્વના 1947ની મુસ્લિમ સાંપ્રદાયિકતાના સમયગાળા સાથે સરખાવતા જણાવ્યું હતું કે, હિદુત્વની સફળતાનો અર્થ એટલે ભારતીય નિશ્ચયનો અંત છે. આ વાત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, હિન્દુત્વ એ ધર્મ નથી, રાજનૈતિક સિદ્ધાંત છે.
ભારતનું સંરક્ષણ અને જતન કરે એ ધાર્મિક રાજ્યનો તિરસ્કાર કરે
થરૂરે તેમના નવા પુસ્તક દ બેટલ ઓફ બિલોગિંગમાં જણાવ્યા મુજબ, હિન્દુ રાષ્ટ્ર કોઈ પણ રીતે હિન્દુ નહીં બને, પરંતુ સંઘી હિન્દુત્વ રાજ્ય બનશે, જે સંપૂર્ણ રીતે જુદો દેશ હશે. શનિવારે શશિ થરુરના પુસ્તક દ બેટલ ઓફ બિલોગિંગનું વિમોચન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, મારા જેવા લોકો કે જે પોતાના ભારતનું સંરક્ષણ અને જતન કરે છે, તેમનો ઉછેર એવી રીતે થયો છે કે, તે ધાર્મિક રાજ્યનો તિરસ્કાર કરે છે. હિન્દુત્વની ચળવળમાં જે નિવેદનો કરવામાં આવે છે, તેમાં કટ્ટરતાનો સ્વર જોવા મળે છે. જેને નકારવા માટે જ ભારતની રચના થઈ હતી.
થરુરે હિન્દુત્વ અને નાગરિકતા કાનુન(સુધારો)ને વખોડ્યો
'એલેફ બુક કંપની' દ્વારા પ્રકાશિત આ પુસ્તકોમાં થરુરે હિન્દુત્વ અને નાગરિકતા કાનુન(સુધારો)ને વખોડ્યો છે. ભારતીય નાગરિકતાની મૂળભુત બાબત માટે એક પડકાર છે. પોતાના 'હિન્દુ-પાકિસ્તાન' વાળા નિવેદન સંબંધિત એક સંપૂર્ણ અધ્યાયમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, સત્તાધારી પાર્ટી તરફથી પાકિસ્તાનના હિન્દુત્વવાળી આવૃત્તિ બનાવવીના પ્રયત્નનો વિરોધ કર્યો હતો. કારણ કે, આપણે હિન્દુત્વ માટે સ્વતંત્રતા ચળવળ કરી ન હતી. તેનો સમાવેશ ભારતીય બંધારણ મુજબ કરેલા નિશ્ચયોમાં પણ કરવામાં આવ્યો નથી.
મારા જેવા લોકો જે અસહિષ્ણુતા અને એક ધર્મ આધારિત દેશની ઇચ્છા રાખતા નથી
આ સાથે શશિ થરુરે લખ્યું છે કે, ફક્ત લધુમતિઓ પૂરતું આ સિમિત નથી, ઘણા મારા જેવા લોકો જે અસહિષ્ણુતા અને એક ધર્મ આધારિત દેશની ઇચ્છા રાખતા નથી. આ માત્ર લઘુમતીઓની વાત નથી કેમ કે, ભાજપ આપણને માનવા પર મજબુર કરે છે. મારા જેવા ઘણા ગૌરવશાળી હિન્દુઓ છે, જેઓ તેમની આસ્થાના સર્વસામાન્ય સ્વભાવની કદર કરે છે અને અસહિષ્ણુ ધર્મ આધારિત રાજ્યમાં અને તેમના પાડોશી દેશ પાકિસ્તાનના લોકોની જેમ જીવવાનો ઇરાદો ધરાવતા નથી.
ધર્મ આપણી અને પડોશી દેશના લોકોની નાગરિકતા માપવાનો માપદંડ ન હોવો જોઇએ
CAAની ટીકા કરતા સમયે થરુરે જણાવ્યું હતું કે, નાગરિકતા દેશની મુળ બાબત છે, પરંતુ ધર્મ આપણી અને પડોશી દેશના લોકોની નાગરિકતા માપવાનો માપદંડ ન હોવો જોઇએ. AIMIMના નેતા વારિસ પઠાણ દ્વારા ભારત માતા કી જય ન કહેવાના વિવાદનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, અમુક મુસ્લીમ કહે છે કે, અમને જય હિંદ, હિન્દુસ્તાન જિન્દાબાદ, જય ભારત કહેવો પણ, ભારત માતાની જય કહેવા ન કહો.
બંધારણ આપણને બોલવા સાથે ચુપ રહેવાની પણ આઝાદી આપે છે
શશિ થરુરે જણાવ્યું હતું કે, આ બંધારણ આપણેને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે અને આપણને ચુપ રહેવાની પણ આઝાદી આપે છે. આપણે એકબીજાના મોઢામાં પોતાના શબ્દો નાખી ન શકીએ.