આ બિલ આગામી લોકસભામાં પાસ થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાંથી બિલ પરત કરવામાં આવ્યું હતું. 16મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ મોદી સરકારે કેટલાક ફેરફાર સાથે આ બિલને ફરીથી રજૂ કર્યુ છે. આ સાથે જ સંસદીય કાર્યપ્રધાન સત્રને 7 ઑગસ્ટ સુધી વધારવાની માંગણી કરી હતી. બાદમાં લોકસભા સ્પીકરે આ વાતને ગ્રાહ્ય રાખી લોકસભા સત્રના દિવસોમાં વધારો કર્યો છે.
આ માટે સરકારનો હેતુ પડતર રહેલા 17 બિલો અને સરકરી કાર્યો છે. જેથી સંસદસત્ર વધારવું જરૂરી હતું.
લોકસભામાં ત્રિપલ તલાક બિલ અંગે વિચાર કરવા માટે મતદાન કરાવાયું હતું. જેમાં બિલના પક્ષમાં 303 અને વિરોધમાં 82 મત પડ્યા છે. હવે બિલમાં સુધારા અંગે મતદાન ચાલી રહ્યું છે. ઓવૈસી દ્વારા લગાવાયેલા સંશોધનોને લોકસભામાં ધ્વનિમતથી નકારી દેવામાં આવ્યું હતું.