ઓડિશા: કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકોને અનેક રીતે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ઓડિશાના કોરાપુટ જિલ્લાના આદિજાતિના બાળકો પણ કોરના વાઈરસ માટે જાગૃતિ ફેલાવવા માટે આગળ આવી રહ્યા છે. આ બાળકો રેડિયો પર નાટકના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.
આદિજાતિના બાળકો તેમની આદિજાતિ બોલીમાં કોરોના લોકડાઉન પર સમુદાય રેડિયો(કોમ્યુનિટી રેડિયો) દ્વારા જાગૃતિ ફેલાવી રહ્યા છે. કોરાપુટના અંતરિયાળ ગામ લિટી માલિગુડા ગામમાં સ્વયંસેવક સંઘ સંચાલિત સમુદાય રેડિયો સ્ટેશન(કોમ્યુનિટી રેડિયો) છે. આદિવાસી બાળકો દ્વારા બનાવવામાં આવેલા રેડિયો નાટક સંગીતકાર હરિશ્ચંદ્ર માલી અને શોભા ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે.
આદિજાતિ બાળકોના રેડિયો ધેમસાના એક શ્રોતાએ કહ્યું કે, તે ખૂબ જ લોકપ્રિય થયું છે. ધેમસા સ્થાનિક બોલીમાં સંદેશ ફેલાવે છે, જે સમજવામાં સરળ છે. સંવાદ આદિજાતિ સાથે જોડાયેલા લાગે છે.
ધેમસા રેડિયોના પ્રોગ્રામ સંપાદક ઉદયનાથ હંથલે જણાવ્યું હતું કે, સંગીતની સાથે સ્થાનિક બોલીમાં રસપ્રદ રીતે સંદેશા લખવાનું કાર્ય મુશ્કેલ છે. જનહિત માટે કામ કરવું એ કોઈપણ મુશ્કેલીથી ઉપર છે.