નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જોકે વેક્સિન ક્યારે બનીને માર્કેટમાં આવશે તેની કોઈ જાણકારી મળી નથી. મળતી માહિતી પ્રમાણે કોરોનાની ભારતમાં બનનારી ત્રણ વેક્સિન માની એક વેક્સિન ત્રીજા ચરણમાં પહોંચવા જઈ રહી છે.
પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશને ભરોસો આપ્યો હતો કે ભારતમાં ત્રણ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને પોતાના અલગ-અલગ ચરણમાં છે. જેમાંની એક વેક્સિન આજકાલમાં પોતાના ત્રીજા ચરણમાં પ્રવેશ કરશે.
હાલ ભારતમાં પ્રત્યેક દિવસે 7થી 8 લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં દેશમાં સંક્રમિત લોકોની સંખ્યાનો આકડો 10.03થી ઘટીને 7.72 પર પહોચ્યો છે. જ્યારે દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા કરતા સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધારે છે
જો કે, મંગળવારના રોજ દેશમાં કોરોનાવાઈરસથી સ્વચ્છ થનારા લોકોની સંખ્યા 57937 હતી, જો કે તે દેશમાં એક દિવસમાં સ્વસ્થ થનાર લોકોની સંખ્યા સૌથી વધારે હતી.
મંત્રાલયે કહ્યું કે દેશમાં હાલ 6,73,166 લોકો સારવાર હેઠળ છે, હાલની તારીખમાં દેશમાં 1467 લેબ છે. જેમાંથી 971 લેબ સરકારી છે, જ્યારે 505 લેબ ખાનગી છે.