ETV Bharat / bharat

ટ્રાવેલ એજન્ટોએ બંગાળ સરકારને ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી કરી

પશ્ચિમ બંગાળમાં ટ્રાવેલ એજન્ટોના સંગઠને બંગાળ સરકારને ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવા અપીલ કરી છે. મમતા સરકારે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ સુધી કેટલાક શહેરોમાંથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

author img

By

Published : Aug 13, 2020, 3:23 PM IST

ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી
ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી

કોલકાતા: ટ્રાવેલ એજન્ટોના સંગઠને પશ્ચિમ બંગાળ સરકારને 6 મોટા શહેરોથી કોલકાતાની ફ્લાઇટ્સ સ્થગિત કરવાના નિર્ણય પર પુનર્વિચારણા કરવા અપીલ કરી છે.

પશ્ચિમ બંગાળની સરકારે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ સુધી આ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્નાઈ, નાગપુર અને અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ્સ પર પહેલીવાર 14 જુલાઈથી 14 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તેને 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.

ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ગૃહ સચિવને લખેલા પત્રમાં કહ્યું છે કે, પશ્ચિમ બંગાળના રહેવાસીઓ 6 શહેરોમાં ફસાયેલા છે અને જો સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ થાય તો ઉદ્યોગપતિઓને પણ ફાયદો થશે.

સંગઠનના પૂર્વ ઝોનના પ્રમુખ અનિલ પંજાબીએ પત્રમાં કહ્યું છે કે, હાલ ભલે આ સમય વિદેશ યાત્રાનો ન હોય, પરતું દેશના અન્ય ભાગોમાં ફસાયેલા લોકો માટે ફ્લાઇટ્સ શરૂ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.