નવી દિલ્લીઃ ભારતીય રેલવે વિભાગે હોળીની રજા પર ગયેલા યાત્રિઓને મોટો ઝટકો આપ્યો હતો. રેલવે વિભાગ દ્વારા ટ્રેનો રદ કરવામા આવી હતી. IRCTCની વેબસાઇડ પર રેલવે વિભાગ દ્વારા રદ કરેલી ટ્રેનોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.
રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લીસ્ટ પ્રમાણે, 11 માર્ચના રોજ 400થી પણ વધારે ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ ટ્રેનોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક શહેરોને દિલ્લી સાથે જોડતી ટ્રેનોનો સમાવેશ થયો હતો.
રેલવે વિભાગ દ્વારા કુલ 426 ટ્રેનો રદ કરવામાં આવી હતી. જેમાં સુપરફાસ્ટ, એક્સપ્રેસ, મેલ એક્સપ્રેસ, હમસફર આવી અનેક ટ્રેનોનો સમાવેશ તેમા થયો હતો. 426માંથી 296 ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી હતી. કેટલીક ટ્રેનો કલાકો સુધી મોડી આવતી હોઇ છે. તે વિશેની જણકારી ભારતીય રેલવે આધિકારીક વેબસાઇડ પરથી પ્રાપ્ત કરી શકાય છે.