આ ટ્રેલરમાં બે અજનબીઓની યૂનીક પ્રેમ કહાની વિશે બતાવવામાં આવ્યું છે. નવાઝ એટલે કે રફીઓ ફિલ્મમાં એક સ્ટ્રગલિંગ ફોટોગ્રાફરના રૂપમાં કામ કર્યું છે, જેને એક યુવતી (નૂરી) સાથે પ્રેમ થઈ જાય છે. જે કઈંક અલગ છે.
એક બાજુ નવાઝની દાદીમા તેમના માટે એક છોકરી જોઈ રહ્યા હોય છે, તો બીજી તરફ નવાઝ પોતાની પસંદની છોકરી શોધી લે છે અને દાદી સાથે તેમની મુલાકાત કરાવે છે. ફિલ્મની કહાની તેની પર છે કે દાદીને સાનયા કેટલી પસંદ આવે છે અને નવાઝ-સાનયાનો સંબંધ કેવી રીતે વળે છે? ફિલ્મમાં વજય રાજ અને જિમ સરભ પણ મુખ્ય ભુમિકામાં છે.
નવાઝે પણ ફિલ્મનું ટ્રેલર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે અને લખ્યું છે, "પ્યારી દાદી તમારી વહુને લઈને આવી રહ્યો છું. 15 માર્ચે....નજીકના સિનેમાઘરોમાં. ત્યા સુધી તેની આ ઝલક જોઈ લો." ફિલ્મની વાત કરીએ તો તે પહેલેથી જ ઘણું નામ કમાઈ રહી છે. ફિલ્મનું પ્રીમિયર Sundance Film Festivalમાં કરવામાં આવ્યું છે. એટલું જ નહીં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
તેમનું નિર્દેશન રિતેશ બતરાએ કર્યું છે. તેને 15 માર્ચ 2019ના રોજ રિલીઝ કરવામાં આવશે. તે પહેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ વર્ષની શરુઆત બાયોગ્રાફિકલ ફિલ્મથી કરી. તે ઠાકરેમાં મહારાષ્ટ્રના મોટા નેતા રહ્યા, બાલ ઠાકરેનું પાત્ર નિભાવ્યું. ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી સાથે જ બૉક્સ ઑફિસ પર પણ ફિલ્મે સારી કમાણી કરાવી છે.