ETV Bharat / bharat

ઈન્દિરા જયંતિ: રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર અર્પી શ્રધ્ધાંજલિ, દાદીને ગણાવ્યા શક્તિ સ્વરૂપા - ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં અલ્હાબાદમાં

દેશના પહેલાં મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના દાદીને શક્તિ સ્થળ પર જઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં અલ્હાબાદમાં થયો હતો. તેમણે સ્વાતંત્ર્યતા આંદોલન દરમિયાન તેમની વાનર સેના બનાવી અને સેનાનીઓ સાથે કામ કર્યું હતું.

રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર અર્પી શ્રધ્ધાંજલિ, દાદીને ગણાવ્યા શક્તિ સ્વરૂપા

author img

By

Published : Nov 19, 2020, 10:31 AM IST

  • દેશના પહેલાં મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના દાદીને શક્તિ સ્થળ પર જઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
  • રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

નવી દિલ્હીઃ દેશના પહેલાં મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના દાદીને શક્તિ સ્થળ પર જઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં અલ્હાબાદમાં થયો હતો. તેમણે સ્વાતંત્ર્યતા આંદોલન દરમિયાન તેમની વાનર સેના બનાવી અને સેનાનીઓ સાથે કામ કર્યું હતું.

રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ

પોતાની દાદીને યાદ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ તેમને શક્તિનું સ્વરૂપ ગણાવ્યા હતા. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, એક કાર્યકુશળ વડાપ્રધાન અને શકિત સ્વરૂપા શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ. આખો દેશ તેમના પ્રભાળશાળી નેતૃત્વની આજે પણ મિસાલ છે, પરંતુ હું હંમેશા તેમને મારી પ્યારી દાદીના રૂપે યાદ કરું છું. તેમણે શીખવેલી વાતો મને નિરંતર પ્રેરિત કરે છે.

1959માં બન્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ

ઈન્દિરા ગાંધી 1959માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. પંડિત જવાહરલાલ નેહરૂના નિધન બાદ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા તો ઈન્દિરાએ તેમના અનુરોધ પર ચૂંટણી લડી અને સૂચના અને પ્રસારણ પ્રધાન બન્યા. વર્ષ 1966 અને 1980થી 1984ની વચ્ચે તેમણે વડાપ્રધાનના પદ પર ભારતની સત્તા સંભાળી હતી. ઓપરેશન બ્લુ સ્ટાર પછી તે શીખ અલગાવવાદીઓના નિશાના હેઠળ આવી હતી. 31 ઓક્ટોબર 1984એ તેમના 2 સિખ અંગરક્ષકો એ જ તેમની હત્યા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.