નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના કેસનો કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. જો કે, હજુ સુધી 72 હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19ના 1379 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 1,00,823 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 48 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3115 છે. દિલ્હીમાં હાલમાં 25,620 એક્ટિવ કોરોના દર્દીઓ છે. તે જ સમયે, 72,088 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
કોરોનાને કારણે મૃત્યુદર પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 48 લોકોનાં મોત થયાં છે અને દિલ્હીમાં કોરોનાથી 3115નાં મોત થયાં છે. કોરોનાને કારણે થતાં મૃત્યુદરની વાત કરીએ તો, હાલ દિલ્હીમાં તે 3.08 ટકા છે. જો કે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો અને સતત મૃત્યુ ઉપરાંત, લોકો કોરોનાથી સ્વસ્થ પણ થઈ રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં, દિલ્હીના કોરોનાથી 749 દર્દીઓ સ્વસ્થ થયાં છે. દિલ્હીમાં કુલ 72,088 લોકો કોરોનાથી સ્વસ્થ થયાં છે. કોરોનાથી સાજા થતાં લોકોની વધતી સંખ્યાને કારણે, દિલ્હીમાં રિકવરી રેટ 71.5 ટકા પર પહોંચી ગયો છે. કોરોનાના એક્ટિવ કેસના દર્દીઓ વિશે વાત કરીએ તો, તેમની સંખ્યા હાલમાં દિલ્હીમાં 25,620 છે.