ETV Bharat / bharat

કોરોના વાઇરસને લઇ દેશના 75 જિલ્લાઓ લોક ડાઉન : સ્વાસ્થ્ય મંત્રાલય

author img

By

Published : Mar 22, 2020, 5:22 PM IST

કોરોના વાઇરસને લઇ ભારતમાં સંક્રમણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 22 માર્ચ સુધીની પરિસ્થિતીની જાણકારી આપી હતી.

કોરોના વાઇરસને લઇ દેશના 75 જિલ્લાઓ લોક ડાઉન : સ્વાસ્થ્ય મંત્રાલય
કોરોના વાઇરસને લઇ દેશના 75 જિલ્લાઓ લોક ડાઉન : સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી: કોરોના વાઇરસના કારણે ભારતમાં સંક્રમણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 22 માર્ચ સુધીની દેશમાં શું પરિસ્થિતી છે તે અંગે માહિતી આપી હતી.

  • AIIMS building in Haryana's Jhajjar, which has 800 beds, will be used exclusively to treat #COVID19 patients: Indian Council of Medical Research Director-General Balram Bhargava pic.twitter.com/4fLjWum5te

    — ANI (@ANI) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 75 જિલ્લાઓને લોક ડાઉન કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. આ જિલ્લાઓમાં કોરોનાના સકારાત્મક કેસને ધ્યાનમાં રાખીને આપાતકાલીન સેવાઓને બાકાત રાખી તમામ સેવાઓને રોકવાનો નિર્દેશ આપ્યો છે.

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે જણાવ્યું કે,ટ્રાન્સમિશનની શ્રૃંખલાને તોડવા માટે, સૌથી સરળ રસ્તો આ જ હતો કે જિલ્લાઓને લોક ડાઉન કરવામાં આવે. જેથી લોકો એક જ જગ્યાએ ભેગા થઇ ન શકે. તેમણે કહ્યું કે આ વાઇરસ હવામાં છે, જે બૂંદોના માધ્યમથી ફેલાય છે.

ICMRના મહાસચિવ બલરામ ભાર્ગવે જણાવ્યું કે, ખાનગી લેબ પણ સંક્રમણની તપાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાઇરસના લક્ષણ સામે આવે ત્યારે તપાસ કરાવવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.