ETV Bharat / bharat

TOP NEWS @ 1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - PM મોદી

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP News @ 1 PM
ટોપ 10
author img

By

Published : May 11, 2020, 2:07 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર વડા પ્રધાન મોદીએ પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કરતાં ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની પ્રશંસા કરી છે. ભારત દ્વારા 11 મે, 1998ના દિવસે સફળતાપૂર્વક પહેલુ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાના ઉપલક્ષ્યમાં દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના રૂપે ઉજવણી કરવામાં આવે છે.

દેશમાં કોરોના વાઈરસ દહેશત મચાવી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોના વાઈસનું સંક્રમણ વધી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંંગના માધ્યમથી બેઠક કરશે.

દેશમાં કોરોના વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા 2,206 થઇ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા વધીને 67,152 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ મુજબ ગત24 કલાકમાં 4,213 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે.

દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા હતો. કોરોના સંક્રમણથી 2.83 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 41.80 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.

દેશભરમાં કોરોના સંક્રમિતોના દર્દીઓના કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ CISFના 64 જવાનો સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CISF)ના 550 જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે.

લંડનથી 326 ભારતીયોને લઇને એર ઇન્ડિયાની ફ્લાઇટ કર્ણાટક પહોંચી હતી. કર્ણાટક રાજ્યના ચિકિત્સા શિક્ષા પ્રધાન કે. સુધાકર યાત્રીઓની વાપસી દરમિયાન ઔપચારિક્તાઓ પૂરી કરવામાં માર્ગદર્શન કરવા માટે એર પોર્ટ પર ઉભા રહ્યા હતા.

પરપ્રાંતિય મજૂરોનું ટ્રેનનું ભાડું મહારાષ્ટ્ર સરકારે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ ખર્ચ મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4-G ઇન્ટરનેટની પુન સ્થાપના માટે સુનાવણી કરી છે. કોર્ટે વિવિધ અરજદારો દ્વારા ઉભા થયેલા વિવાદોને ધ્યાનમાં લેવા ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ સમિતિનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના સચિવ કરશે.

રાજસ્થાનમાં કોરોના વાઇરસ સતત ઘાતક રીતે ફેલાઇ રહ્યો છે. અહીં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે.

બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને જૈક્લીન ફર્નાન્ડિસનું નવું ગીત 'તેરે બિના'નું ટીઝર રિલીઝ થયું છે. જેનું પુરૂં શૂટિંગ સલમાનના પનવેલ ફાર્મ હાઉસમાં થયું છે. આ ગીત 12 મેના દિવસે રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.