વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 17ના રોજ લોકડાઉન 3.0 પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનના આજના સંબોધન પર સમગ્ર દેશની નજર હતી. વડાપ્રધાને લોકડાઉન 4 શરૂ કરવા અંગે મહત્વના આર્થિક પેકેજ અંગે માહિતી આપી હતી.
કાયદા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેળવેલી વર્ષ 2017 ધોળકા વિધાનસભા ચૂંટણીની જીતને ગુજરાત હાઈકોર્ટે રદ જાહેર કરતા ચુડાસમા આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના વાઇરસને લઈને અનેક અફવાઓ ફરતી થઈ હતી કે, આઇસ્ક્રીમ ખાવાથી અને કોલડ્રિન્ક પીવાથી કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે. જોકે મંગળવારના રોજ રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા તમામ કલેક્ટરને લેખિતમાં જાણ કરીને રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓમાં આઇસક્રીમ અને કોલડ્રિન્ક વેચાણ માટેની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આઇસક્રીમ અને કોલડ્રિન્કથી કોરોના વાઇરસ થતો નથી તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રેલ મંત્રાલય દ્વારા કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર શ્રમિકો માટે વિશેષ ટ્રેન તથા અન્ય ટ્રેન વ્યવહાર આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે ડીજીપી દ્વારા નાગરિકોને જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકિંગ દ્વારા કન્ફર્મ ઈ-ટિકિટ હશે તેમને જ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે. રેલવે સ્ટેશન પર ટિકિટ બારીથી ટિકિટ મળશે નહીં અને રેલવે સ્ટેશન પર પણ પ્રવેશ મળશે નહીં.
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે લેખિતમાં મુખ્યપ્રધાન પાસે માગ કરી છે કે, અમુક પ્રકારની શરતો સાથે GIDC શરૂ કરવાનગી પરવાનગી આપવામાં આવે. જો રાજકોટને પરવાનગી મળતી હોય તો, ભાવનગરને પણ મળવી જોઈએ. કારણ કે, ભાવનગરમાં GIDC ક્લસ્ટર ઝોનથી 10 કિ.મી. દૂર છે.
અમદાવાદના વસ્ત્રાલમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. એક યુવતિની એપ્રિલ મહિનામાં સગાઈ નક્કી થઈ હતી. પરંતુ લૉકડાઉન વધતા સગાઈની તારીખો પણ લંબાતી જતી હતી. આ વાતનું મનમાં લાગી આવતાં યુવતીએ છત પરથી ઝંપલાવી આપઘાત કર્યો છે. રામોલ પોલીસે આ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લામાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે તેવી માગણી ભારતીય કિસાન સંઘ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કરી રહ્યાં છે. જિલ્લામાં કપાસ ખરીદી માટે સીસીઆઈ દ્વારા સેન્ટર આપવામાં આવે તેવી વ્યાપક માગણી છે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લાઇસન્સ ધરાવતા દુકાનદારોએ ખાતરી કરવી જોઈએ કે જે પણ વ્યક્તિ દારૂ પહોંચાડે છે, તે માસ્કનો ઉપયોગ કરે છે અને સમય-સમય પર સેનિટાઇઝરનો ઉપયોગ કરે.
ભારત પર ઈસ્લામોફોબિયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેના પર અલ્પસંખ્યક કાર્ય પ્રધાને કહ્યું કે, મોદી સરકારમાં મુસ્લિમ સમૂદાય માન-સન્માન સાથે જ ભારતમા જીવી રહ્યો છે.
કોરોના વાઈરસને કારણે 93 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે, ઓસ્કર અવોર્ડ સમારોહને 4 મહિના સુધી મોકૂફ રાખવામાં આવ્યો હોય.