નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડના રાહત પેકેજની વિસ્તારથી માહિતી આપવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજી હતી. પેકેજ અંગેની માહિતી આપતા નાણાં પ્રધાને અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી.
- નાણાં પ્રધાને આર્થિક પેકેજ કર્યું જાહેરઃ આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 30 નવેમ્બર કરાઈ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં આવનારા લોકડાઉન 4.0 અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્યમાં કેવી રીતે છૂટછાટ આપવી તે વિશે પ્રધાનોએ મંતવ્યો રજૂ કર્યાં હતાં. ઉપરાંત લૉક ડાઉનથી થયેલા નુકશાન બાબતે રાજ્ય સરકારે ખાસ કમિટીની રચના કરીને નુકસાની અંગેનો રિપોર્ટ કરવાની સૂચના આપી છે.
વર્ષ 2017 ધોળકા વિધાનસભાની જીતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારતાં ગુજરાત હાઇકોર્ટે કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને રદ જાહેર કરતા બુધવારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્પીકરને પત્ર લખી ધોળકા બેઠકને ખાલી જાહેર કરવા માગ કરી છે.
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 327 મતોથી ઘોળકા વિધાનસભા બેઠક પરથી જીત થઇ હતી. જેને કોગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય આપ્યો છે. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે.
દિલ્હીમાં કોરોના વાઈરસના નવા કેસ તે જ સ્થળેથી આવી રહ્યાં છે જે પહેલાંથી જ કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને 81 પર આવી ગઈ છે. 10 દિવસ પહેલા આ આંકડો 100ની નજીક હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા અને તેની સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસ વંદે ભારત અભિયાનના પ્રથમ પાંચ દિવસ દરમિયાન 31 ફ્લાઇટનું સંચાલન કરશે. જે લોકો લોકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા છે તેવા 6,037 ભારતીયોને પરત દેશમાં લાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરા ફેને લોકડાઉન દરમિયાન મોદીની અનેક મુર્તિઓ બનાવી છે. બિહારના આ મુર્તિકાર ફેન મોદીજીની આ મુર્તિ ઘરે-ઘરે પહોંચાડવા માગે છે.
કોરોના વાઇરસે દેશભરમાં દહેશત મચાવી છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર આને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, હું દેશની જનતાને પણ અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને બીજાને પણ તે કરવા માટે પ્રોત્સાહિત કરો.
1984માં થયેલા શીખ રમખાણોના દોષી કોંગ્રેસ નેતા સજ્જન કુમારે સુપ્રિમ કોર્ટમાં કરેલી જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે હજુ સુધી કોરોનાની દવા કશું થયું નથી. આ રોગ સામે સાવચેતી અને સલામતીથી લડવું એ જ માત્ર ઉપાય છે. આરોગ્યમાં આયુર્વેદિક ઉકાળા અને કાવા જેવી પદ્ધતિથી તંદુરસ્તીની રક્ષા કરી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના સામે લડી શકાય છે. પોરબંદરમાં બે સેવાભાવી યુવાનો દ્વારા કોરોના વોરિયર્સને વિનામૂલ્યે કાવો પીવડાવી સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.