પોલીસની આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તેમ જ ડી સ્ટાફના માણસો પણ સાદા ડ્રેસમાં હતાં.આ વાતને મુદ્દો બનાવીને ટ્વીટર પર 'મુસ્લિમ મિરર' નામના ટ્વિટર હેન્ડલરે સાદા ડ્રેસમાં રહેલાં ક્રાઇમ બ્રાન્ચ અને ડી-સ્ટાફના કર્મચારીઓને આર.એસ.એસ અને ભાજપના માણસો ગણાવીને ઉશ્કેરણીજનક પોસ્ટ ટ્વીટર પર મુકી હતી. જે અમદાવાદ સાઇબર સેલના ધ્યાનમાં આવતાં અમદાવાદ સાયબર સેલના સબ ઇન્સ્પેક્ટરે તેની વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાવી છે.
વડોદરામાં ક્વોરેન્ટાઇન કરાયેલા વિસ્તારમાંથી લોકો નોન ક્વોરેન્ટાઇન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે પથ્થરગેટ ઉપલા ફળિયાના રહીશોએ વિરોધ નોંધાવતા પોલીસને સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી.
કલેક્ટર કચેરીએ કિસાન કોંગ્રેસ સેલના પાલભાઈ આંબલિયા કોંગી આગેવાનો સાથે ડુંગળી, કપાસ, એરંડા જેવા પાકના કોથળા ભરીને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. જેને લઈને કોંગી આગેવાનો વિરોધ કરે તે પહેલાં જ કલેક્ટર કચેરી બહારથી જ તેમની અટકાયત કરવામાં આવી હતી. હાલ લોકડાઉન સમયે તમામ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોને પણ હાલ પોતાના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા મૂંઝવણમાં મુકાયા છે.
અમ્ફાન વાવાઝોડું પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે, ત્યારે વર્ષો પછી સૌથી ઝડપી તોફાની પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડું પશ્ચિમ બંગાળના દરિયા તટ પર ટકરાયું છે. જેના પવની ઝડપ 110 કિમી જણાવવામાં આવી રહી છે. NDRFના વડા જનરલ એસએન પ્રધાને જણાવ્યું કે, આગામી 24 કલાક બંને રાજ્ય માટે મહત્વના છે. સ્થાનિક પ્રશાસનની મદદથી રાહતનું કામ ચાલું છે. જો કે, લોકોને દરિયાઈ વિસ્તાર તરફ ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.
અંદરખાને એક એવી કોન્સ્પિરસી થિયરી ચર્ચાઇ રહી છે કે, ચીને પોતે સર્વોપરી સત્તા બનવા માટે કોરોના વાઇરસનું સર્જન કર્યું છે. વાઇરસ વુહાનની લેબોરેટરીમાંથી બહાર નીકળ્યો હતો, તે તથ્ય ચીનની સરકારે છૂપાવ્યું હોવાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આરોપ આ થિયરીનું સમર્થન કરે છે. પરંતુ વિજ્ઞાનીઓ અને ગુપ્તચર સંસ્થાઓ અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવે છે. તેમને એ વાતની ખાતરી છે કે, આ વાઇરસ માનવી-પ્રાણી વચ્ચેના સંક્રમણ થકી વિકસ્યો છે.
સખી મંડળની મહિલાઓની મહેનતથી માસ્ક નિર્માણ કાર્યમાં સાબરકાંઠા જિલ્લો માસ્ક નિર્માણ કાર્યમાં રાજ્યમાં ચોથો ક્રમ મેળવી કોરોના વાઈરસ સામે મહત્વનું પગલું ભર્યું છે. જેના પગલે સંખ્યા અન્ય જિલ્લાઓની સરખામણીએ કોરોના પોઝિટિવની સંખ્યા ઓછી છે.
- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 40 દિવસથી પડી રહેલાં ધમણ-1ના 'શ્રી ગણેશ' પણ કરાયાં નથી !ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 40 દિવસથી પડી રહેલાં ધમણ-1ના 'શ્રી ગણેશ' પણ કરાયાં નથી !
ખાનગી કંપની દ્વારા બનાવાયેલાં ધમણ-1 વેન્ટિલેટરને લઇને એકતરફ સરકાર દ્વારા ખુલાસા કરીને તેની ગુણવત્તા સ્થાપિત કરવામાં આવી છે. ત્યાં બીજીતરફ તેના ઉપયોગને લઇને ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલા 10 વેન્ટિલેટરના 40 દિવસ બાદ પણ શ્રીગણેશ કરાયાં નથી.
દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે, નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટિ્વટ કર્યું છે કે 25 મેથી ઘરેલું હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.
કોરોનાનો આંકડો દિવસે દિવસેને દિલ્હીમાં રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 534 લોકોમાં કોરોના સંક્રમીત જોવા મળ્યા છે. આ એક જ દિવસમાં નોંધાયેલી સૌથી મોટી સંખ્યા છે.
મશહુર અભિનેતા સંજય ખાન પોતાના પુત્ર ઝાયદ ખાનના કેરિયરને પાટા પર લાવવાં માટે તેમના માટે એક ફિલ્મ લાવી રહ્યાં છે. જેમાં ઝાયદ ખાનનો અલગ જ અવવતાર જોવા મળશે.
એપ આધારિત કેબ સર્વિસ કંપની OLA એ બુધવારે જણાવ્યું હતું કે તે કોરોના વાઇરસ રોગચાળાને કારણે લગભગ 1,400 કર્મચારીઓને છૂટા કરી દેશે.