ETV Bharat / bharat

ભારત-ચીન સરહદ વિવાદ: સરહદ પર વિશ્વનું સૌથી ઘાતક ફાઈટર જેટ રાફેલ કરાશે તૈનાત - MiG-29 fighters

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખાની (એલએસી) પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ભારતીય વાયુસેનાના વરિષ્ઠ કમાન્ડર આ અઠવાડિયે બેઠક કરશે. આ ઉપરાંત, આ મહિનાના અંત સુધીમાં ભારતમાં રાફેલ ફાઇટર જેટ પહોંચી જશે. જે બાદ તેની તૈનાતી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે, 22 જુલાઈથી શરૂ થનારી બે દિવસીય કમાન્ડરોની કોન્ફરન્સમાં વરિષ્ઠ કમાન્ડરો ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ અનેક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ફાઈટર જેટ રાફેલ
ફાઈટર જેટ રાફેલ
author img

By

Published : Jul 19, 2020, 6:54 PM IST

નવી દિલ્હી: સૂત્રોએ જણાવ્યું હતું કે, એયર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયાની આગેવાનીમાં યોજાનારી આ બેઠકનો મુખ્ય એજન્ડા ચીન સાથેની સરહદો અને પૂર્વી લદ્દાખ અને ઉત્તરીય સરહદોમાં સૈન્ય દ્વારા કરવામાં આવતી ફોરવર્ડ તૈનાતની પરિસ્થિતિ વિશે હશે. સાત કમાન્ડર-ઇન-ચીફ આ બેઠકમાં ભાગ લેશે.

વાયુસેનાએ તેના આધુનિક કાફલા જેવા કે મિરાજ 2000, સુખોઇ-30, અને મિગ-29 જેવા લડાકુ વિમાનોને ત્યાંના એડવાન્સ્ડ અને ફોરવર્ડ બેઝ પર તૈનાત કર્યા છે. જ્યાંથી તેઓ દિવસ અને રાત્રે ઓપરેશન કરી રહ્યા છે. અપાચે એટેક હેલિકોપ્ટર ચીનની સરહદ સાથે ફોરવર્ડ બેસ પર તૈનાત કરવામાં આવ્યું છે અને તે રાત્રી દરમિયાન પૂર્વી લદ્દાખ વિસ્તારમાં સતત ઉડાન ભરી રહ્યું છે.

ચીન અને પાકિસ્તાન સાથે સરહદ વિવાદની વચ્ચે ભારતીય વાયુસેનામાં રાફેલ જેવા અત્યાધુનિક લડાકુ વિમાનનો સમાવેશ રાહતની વાત છે. આ વાતાવરણમાં રાફેલના મળવાથી સેન્ય પક્ષોમાં જબરદસ્ત ઉત્સાહ ઉભો થશે. આવતી 27 જુલાઇએ રફાલ લડાકુ વિમાનની પ્રથમ ખેપ ભારત પહોંચવાની છે.

હાલમાં ચીન સાથે ઉદ્ભવતા સરહદ વિવાદ અને તણાવની વચ્ચે આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ સાબિત થશે. રાફેલ ઇન્ડિયન એરફોર્સમાં શામિલ થવું ચીન માટે જોખમની ઘંટી હશે. તેનું કારણ એ છે કે ચીન અને પાકિસ્તાન પાસે રાફેલની ટક્કરનું એક પણ ફાઇટર પ્લેન નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.