ETV Bharat / bharat

લદ્દાખમાં તણાવને મુદ્દે સેનાના કમાન્ડરો સાથે બેઠક કરી રહ્યા છે આર્મી ચીફ નરવણે - Top Army Commanders

ભારત-ચીન તણાવને લઇને સેના પ્રમુખોનું સમ્મેલન થઇ રહ્યું છે. સમ્મેલનની શરુઆત સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેની અધ્યક્ષતામાં થઇ છે.

Etv Bharat, Gujarati News, Top Army Commanders' Conference underway
Top Army Commanders' Conference underway
author img

By

Published : May 27, 2020, 2:15 PM IST

નવી દિલ્હીઃ સેના પ્રમુખોની બેઠકામાં શીર્ષ સૈન્ય કમાન્ડર ભાગ લઇ રહ્યા છે. જાણકારી અનુસાર બેઠકમાં લદાખમાં ચીની આક્રમણ સહિત બધા સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પહેલા લદાખમાં સ્થિતિની સમીક્ષા માટે પીએમઓ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અલગ-અલગ બેઠકો કરી ચૂક્યા છે.

વધુમાં જણાવીએ તો સેના કમાન્ડર સમ્મેલન (એસીસી) આજથી શરુ થયું છે. એસીસી વર્ષમાં બે વાર એક અઠવાડિયા માટે આયોજીત કરવામાં આવશે. સામાન્ય રીતે માર્ચ- એપ્રિલ અને ઓક્ટોબરમાં તેનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોવિડ 19ને લીધે હાલની સ્થિતિને કારણે સમ્મેલન સ્થગિત કરવામાં આવ્યું હતું.

આ વખતે 2020ના પહેલા એસીસી બે ભાગોમાં યોજાશે, જ્યારે બીજા ભાગી તારીખ અત્યાર સુધી નક્કી થઇ નથી. આ જૂનના અંતિમ અઠવાડિયામાં આયોજિત થવાની આશા છે.

જો કે, પાકિસ્તાનની સાથે નિયંત્રણ રેખા (LOC) અને ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) બંને સૈન્ય ગતિવિધિના કેન્દ્ર બિન્દુ બની ગયા છે. નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની સંખ્યા વધી રહી છે, જ્યારે તણાવ બન્યો છે.

આ વખતે સમ્મેલનમાં વધુ એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે કે, દક્ષિણ બ્લોકમાં આયોજિત કરવામાં આવશે, જેમાં રક્ષા મંત્રાલય છે. સામાન્ય રીતે આ આયોજન રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય સેનાની શોપિસ બિલ્ડિંગ માનેકશૉ સેન્ટરમાં હોય છે.

આધિકારીક રીતે કહેવામાં આવ્યું છે કે, સમ્મેલન દરમિયાન ઉચિત્ત સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોનું કડક રીતે પાલન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.