ETV Bharat / bharat

મંગળવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણો આજનું રાશિફળ - દૈનિક રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

HOROSCOPE - 7 JULY
HOROSCOPE - 7 JULY
author img

By

Published : Jul 7, 2020, 7:01 AM IST

મેષ : આજે આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણી કરશો. કાર્ય સ્‍થળે ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યના મુદ્દે વિચાર વિમર્શ થાય. ઓફિસના કામ અર્થે સંદેશાવ્યવહાર અથવા વાટાઘાટો શક્ય બને. માતા તથા સ્‍ત્રી વર્ગ તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકારની મદદ મળશે. વધુ પડતા કાર્યબોજથી તબિયતમાં અસ્‍વસ્‍થતા રહે.

વૃષભ : દેશાવર કાર્યમાં આગળ વધવા માટે તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. યાત્રાધામ કે દેવસ્થાનની મુલાકાત લેવાની ઇચ્છા થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન : આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્‍યાત્‍મ‍િકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.

કર્ક : આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્ત‍િઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્‍યક્તિ સાથે સંપર્ક તથા પ્રેમીઓ વચ્‍ચે ચર્ચા રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્‍નસુખ મળે. સમાજમાં આપનું માન- સન્‍માન વધે.

સિંહ : આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.

કન્યા : ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્‍યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે સંપર્ક થાય.

તુલા : આજે આપ વધુ પડતા લાગણીશીલ હોવાને કારણે આપનું મન ઉચાટ અનુભવશે. માતા સાથે વધુ સમય વિતાવવાની તેમજ તેમને વધુ આદર આપવાની સલાહ છે. પ્રવાસ માટે સમય અનુકૂળ જણાતો નથી. આપે કુટુંબ અને મિલકત કે જમીનને લગતી બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે તેમ જ પાણીથી પણ ચેતવુ પડશે.

વૃશ્ચિક : કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ હોવાનું જણાઈ રહ્યું છે. ભાઇ બહેનો સાથે કૌટુંબિક ચર્ચા અને આયોજનો થાય. તન મનમાં સ્‍ફૂર્તિ અને આનંદ અનુભવાય. મિત્રો તથા સગાં સ્‍નેહીઓ સાથે સંપર્કમાં રહીને આનંદ થાય. આધ્‍યાત્મિક તેમજ ગૂઢ વિદ્યાઓના અભ્‍યાસમાં રૂચિ થાય.

ધન : દ્વિધાયુક્ત મનોસ્થિતિ વચ્ચે આજે કૌટુંબિક માહોલમાં પણ તણાવનો અહેસાસ થઈ શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સાથે અને દરેક સ્થિતિમાંતમારું વર્તન નિષ્પક્ષ અને વ્યવહારું રાખવું પડશે. વધુ ધન ખર્ચની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખવી. વિલંબથી કાર્યો પૂરા થાય. અગત્‍યનો કોઇ નિર્ણય લેવો આજે હિતાવહ નથી. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસ કરવો પડશે. દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે.

મકર : આજે આપનો દિવસ ભક્તિમય રહેશે. આપ પૂજા પાઠમાં સમય પસાર કરશો. આપના દરેક કામ સારી રીતે પુરા થશે. મિત્રો અને સગા વ્હાલાઓ તરફથી આપને ભેટ સૌગાદો મળી શકે છે. આપનું શરીર અને મન આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. નોકરી વ્યવસાયમાં આપ પ્રગતિ અને સફળતા મેળવી શકશો. લગ્નજીવન સુખી રહેશે. આપે અકસ્માત કે પડવા વાગવાથી સંભાળવું પડશે.

કુંભ : આજે શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખજો. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું તેમજ કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા વધારવી પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવી. ક્રોધને જેટલો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. પારકાનું ભલું કરવામાં તમારી પોતાની સમસ્યાઓ વધી ના જાય તેનું ધ્યાન રાખવું. અકસ્‍માતથી સંભાળવું.

મીન : સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. સમાજ કલ્યાણ અને સેવાના કાર્યોમાં ભાગ લેવા જવાનું થાય. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો સહકાર મળે. મિત્રવર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થાય. નોકરી વ્‍યવસાયમાં આવક વૃદ્ધિના યોગ છે. સંતાનો અને પત્‍ની તરફથી લાભ થાય. સમાજ કલ્યાણ અથવા સેવાના કાર્યોમાં તમે સક્રિય થાવ. અવિવાહિતોને લગ્‍નની વાત વધે તેવા યોગ છે. જીવનમાં કોઇ સુખદ ઘટના બને.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.