હૈદરાબાદઃ અન્નની ઉણપના જોખમોને શોધી કાઢવામાં, તેની વ્યવસ્થા કરવામાં અને તેને રોકવામાં મદદરૂપ થતાં અને અન્ન સુરક્ષામાં, માનવીના આરોગ્યમાં, આર્થિક સમૃધ્ધિ, કૃષિ, માર્કેટની ઉપલબ્ધતા, પ્રવાસન અને ટકાઉ વિકાસના કાર્યમાં યોગદાન આપતાં પગલાં લેવાની પ્રેરણા જાગે અને તેના તરફ ધ્યાન આકર્ષિક થાય તે હેતુથી 7 જૂન, 2020ના રોજ દ્વિતિય વિશ્વ અન્ન સુરક્ષા દિવસ (WFSD)ની ઉજવણી કરવામાં આવશે.
2019માં કરાયેલી પ્રથમ ઉજવણીની સફળતાના અનુસંધાને WFSD દ્વારા ફરીથી “ધ ફ્યૂચર ઓફ ફૂડ સેફ્ટી“ની છત્રછાયામાં 2019માં જીનીવા ફોરમ અને એડિસ અબાબા કોન્ફરન્સ દ્વારા તૈયાર કરાયેલી અન્ન સુરક્ષાની યોજનાને ઓર ઉંચે લઇ જવાની કટિબધ્ધતાને વધુ મજબૂત બનાવવાની હાકલ કરવામાં આવે છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનાઇટેડ નેશન્સ (FAO) ના સહયોગમાં WHO એ પણ વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણીના પ્રયાસોમાં સુગમતા કરી આપવા હોંશે હોંશા તેયારી દર્શાવી છે.
- “અન્નની સુરક્ષા એ પ્રત્યેકનું કર્તવ્ય છે“
આ થીમ અંતર્ગત પગલાંલક્ષી અભિયાન વૈશ્વિક અન્ન સુરક્ષા જાગૃતિને વધુ પ્રોત્સાહન આપશે અને જુદા જુદા દેશો, નિર્ણયકર્તા, ખાનગી ક્ષેત્ર, સીવીલ સોસાટી, યુએનના સંગઠનો અને સામાન્ય પ્રજાને આ દિશામાં પગલાં લેવા હાકલ કરશે.
અન્નની સુરક્ષા એ સરકાર, ઉત્પાદક અને ગ્રાહક એમ ત્રણે વચ્ચેની વિભાજીત જવાબદારી છે. આપણે જે અન્ન ખાઇએ છીએ તે સલામત છે અને તેનાથી આપણા આરોગ્યને કોઇ નુકસાન નહીં થાય તે બાબત સુનિશ્ચિત કરવાના કાર્યમાં ખેડૂતથી લઇને ટેબલની પાછળ બેસનારા એમ સૌની એક ભૂમિકા રહેલી છે. વિશ્વ અન્ન સુરક્ષા દિવસના માધ્યમથી WHO જાહેર એજન્ડામાં અન્ન સરક્ષાને મુખ્યપ્રવાહનો મુદ્દો બનાવવાના તેના પ્રયાસોને આગળ ધપાવે છે અને વૈશ્વિકસ્તરે અનાજથી થતાં રોગોનું જોખણ ઘટાડે છે.
- “અન્નની સુરક્ષા એ પ્રત્યેકનું કર્તવ્ય છે“
દરેકજણને પોષણયુક્ત, સલામત અને પૂરતું અન્ન મળે એવો અધિકાર છે. આજે પણ વિશ્વમાં પ્રત્યેક 10 પૈકી એક વ્યક્તિ ઝેરી ખોરાક ખાઇને માંદો પડે છે. જો અન્ન જ સલામત નહીં હોય તો બાળકો કાંઇપણ શીખી શકશે નહીં અને વયસ્ક લોકો કામ કરી શકશે નહીં. માનવીનો વિકાસ જ થઇ શકશે નહીં. ભૂખમરાનો અંત લાવવા અને આરોગ્યને તંદુરસ્ત રાખવા અન્નની સુરક્ષા સૌથી મહત્વની છે જે ટકાઉ વિકાસ માટે 2030નો જે એજન્ડા બનાવવામાં આવ્યો છે તેમાં નિર્ધારિત કરાયેલા 17 લક્ષ્યાંક પૈકીના બે લક્ષ્ય છે.
જો અન્ન જ સુરક્ષિત નહીં હોય તો અન્નની સુરક્ષા શક્ય જ નથી, અને એવા દેશો કે જ્યાં અનાજની સપ્લાય ચેઇન વધુ ગૂંચવાડાયુક્ત બની ગઇ છે ત્યાં તો અન્નની સુરક્ષાની કોઇપણ પ્રતિકૂળ ઘટના જાહેર આરોગ્ય, વેપાર અને અર્થતંત્ર ઉપર નકારાત્મક પ્રભાવ પાડશે, તેમ છતાં અન્નની સુરક્ષાને નિયમિતરીતે તદ્દન હળવાશથી લેવામાં આવે છે. તમને ફૂડ પોઇઝનિંગ ન થાય ત્યાં સુધી તે બાબત દેખાતી નથી.
- અસલામત અન્ન (રાસાયણિક તત્વો, ખતરનાક બેકટેરિયા, વાઇરસ, પેરેસાઇટ્સ ધરાવતું) 200 થી વધુ રોગોને નિમંત્રણ આપે છે- ડાયેરિયાથી લઇને કેન્સર સુધી
આ આંતરરાષ્ટ્રિય દિવસ આપણે જે અન્ન ખાઇએ છે તે સલામત છે કે નહીં તે બાબતને સુનિશ્ચિત કરતાં પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની એક તક છે. તમે ક્યાં તો અન્નનુ ઉત્પાદન કરતાં હોવ, વેચાણ કરતા હો, પ્રોસેસ કરતાં હોવ કે પછી તૈયાર કરતાં હોવ તો નક્કી જાણજો કે તે અન્નને સલામત બનાવવામાં તમારી પણ એક ભૂમિકા રહેલી છે. ફૂડ ચેઇન સાથે સંકળાયેલ પ્રત્યેકજણ અન્નની સલામતી માટે જવાબદાર છે. વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી નિમિત્તે તમામ પક્ષકારોને અન્નની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા આમંત્રણ આપવામાં આવે છે અને એ બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે કે અન્નની સુરક્ષાના કાર્ય સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને તેની ભૂમિકા ભજવવાની છે. વાતાવરણમાં સતત થઇ રહેલાં ફેરફારો અને ગ્રાહકો, ઉદ્યોગો અને પૃથ્વીના ગ્રહને પણ પ્રભાવિત કરતી પૂરવઠાની સિસ્ટમ અને અનાજના ઉત્પાદન સામે લડત આપવા દરેકજણે અત્યારે જ અને ભવિષ્યમાં પણ અન્નની સુરક્ષા વિશે વિચાર કરવો પડશે.
- ચાવીરૂપ તથ્યો
જીવન ટકાવી રાખવા અને તંદુરસ્ત આરોગ્યને પ્રોત્સાહિત કરવા સલામત, પોષણયુક્ત અને પૂરતી માત્રામાં અન્ન ઉપલબ્ધ થવું એ ચાવીરૂપ બાબત છે.
અસલામત અન્ન (રાસાયણિક તત્વો, ખતરનાક બેકટેરિયા, વાઇરસ, પેરેસાઇટ્સ ધરાવતું) 200 થી વધુ રોગોને નિમંત્રણ આપે છે- ડાયેરિયાથી લઇને કેન્સર સુધી
અંદાજે 60 કરોડ લોકો-પ્રત્યેક 10 પૈકી 1 વ્યક્તિ- ઝેરી ખોરાક ખાધા બાદ બિમાર પડે છે, અને દર વર્ષે 4,20,000 લોકોના મોત થાય છે જે છેવટે વાર્ષિક 3.3 કરોડ તંદુરસ્ત લોકોના મોતમાં પરિણમે છે.
ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બિનસલામત ખોરાકના કારણે થતાં તબીબી ખર્ચાના કારણે દર વર્ષે 11 કરોડ યુએસ ડોલરની ઉત્પાદકતાનું નુકસાન થાય છે.
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થતાં રોગો પૈકી 40 ટકા રોગ અનાજના કારણે થાય છે જેના પગલે દર વર્ષે 1,25,000 મોત થાય છે.
ઝેરી ખોરાક ખાવાથી થતી બિમારીઓમાં ડાયેરિયા એ સૌથી સામાન્ય રોગ છે જેના કારણે 55 કરોડ લોકો બિમાર પડે છે અને દર વર્ષે 2,30,000 લોકોના મોત થાય છે.
અન્નની સલામતી, પોષણ અને સુરક્ષા અભિન્ન રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. બિનસલામત અન્ન રોગ અને કુપોષણની એક ખતરનાક શ્રૃંખલા રચે છે, જે વિશેષ કરીને નવજાત શિશુઓ, કિશોરવયના બાળકો, વૃધ્ધો અને બિમાર લોકોને અસર પહોંચાડે છે.
અનાજથી થતાં રોગોના કારણે હેલ્થકેર સિસ્ટમ ઉપર નાહકનો બોજ વધે છે, તથા વેપાર, પ્રવાસન અને રાષ્ટ્રીય અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડે છે જેના કારણે સામાજિક-આર્થિક વિકાસ રૂંધાય છે.
ફૂડ સપ્લાય ચેઇન હવે સંખ્યાબંધ દેશોની સરહદો વટાવી ચૂકી છે. સરકારો, ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે યોગ્ય સાથ-સહકાર રહે તો અન્નની સલામતીને સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહે છે.
- ઉભરી રહેલું વિશ્વ અને અન્નની સુરક્ષા
સલામત અન્નનો પૂરવઠો રાષ્ટ્રીય અર્થતંત્ર, વેપાર અને પ્રવાસનને ટેકો આપે છે, અન્ન અને પોષણની સુરક્ષામાં યોગદાન આપે છે અને ટકાઉ વિકાસનો એક મજબૂત પાયો નાંખે છે.
મુસાફરી સહિતની ગ્રાહકોની બદલાયેલી આદતો અને શહેરીકરણના પગલે જાહેર સ્થળોએ તૈયાર કરાયેલા ખોરાકને ખરીદીને ખાનારા લોકોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. વૈશ્વિકરણના કારણે ગ્રાહકોની જુદા જુદા સ્વાદ અને પ્રકારના ખોરાકની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે જેના કારણે એક અત્યંત સંકુલ અને લાંબી વૈશ્વિક ફૂડ ચેઇનમાં વધારો થયો છે.
જેમ જેમ વિશ્વની વસ્તી વધતી જાય છે તેમ તેમ ખોરાક માટે સતત વધી રહેલી માંગને પહોંચી વળવા પ્રાણીઓના અને કૃષિના ઉત્પાદનોમાં જે તિવ્રતા અને ઔદ્યોગિકરણ પ્રવેશ્યું છે તેના કારણે અન્નની સુરક્ષા અને તકો એમ બંને સામે એક પડકાર ઉભો થયો છે. અન્નની સુરક્ષા ઉપર વાતાવરણના ફેરફારો પણ અસર ઉભી કરી શકે છે એવી આગાહી થઇ ચૂકી છે.
આ પડકારોના કારણે અન્નનું સંચાલન કરનાર અને ઉત્પાદન કરનારના શીરે અન્નની સુરક્ષાની મોટી જવાબદારી આવી પડી છે. ઉત્પાદનોના વિતરણમાં જે ગતિ આવી છે તેના કારણે એક સ્થાનિક ઘટના પણ જોતજોતામાં આંતરરાષ્ટ્રીય કટોકટીનું રૂપ લઇ શકે છે. વિતેલા દાયકામાં દરેક ખંડમાં અનાજથી થતાં રોગચાળા આકાર લઇ ચૂક્યા છે જેમાં અનેકવાર વૈશ્વિક વેપારના કારણે વધારો નોંધાયો હતો.
આ પ્રકારના દૃષ્ટાંતમાં 2017-18માં દક્ષિણ આફ્રિકામાં ખાવા માટે તૈયાર એવા માંસમાં મોનોસાઇટોજીન અને લિસ્ટેરિયા જેવા ઝેરી તત્વોની ભેળસેળ થઇ ગઇ હતી જેના કારણે લિસ્ટેરિયોસીસ નામના રોગના 1026 કેસ નોંધાયા હતા અને 216 લોકોના મોત થયા હતા. આ કિસ્સામાં આ ઝેરી માંસની આફ્રિકાના 15 દેશોમાં નિકાશ થઇ હતી જેથી નાગરિકોના આરોગ્ય ઉપર આવી પડેલા જોખમને ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા પડ્યા હતા.
- ભારતમાં અન્નની સુરક્ષા
ભારત અનાજમાં કૌભાંડ થવાના પડકારનો સામનો કરી રહ્યું છે કેમ કે 10 રાજ્યો અન્નની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે અને અનાજના 15 ટકા નમુના ગુણવત્તાની કસોટી ઉપર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા હતા. અનાજનું નિયમન કરનારી સંસ્થાએ 2018-19માં દેશભરમાં 1,06,459 નમુનાઓનું વિશ્લેષણ કર્યું હતું જેમાં તેને જોવા મળ્યું હતું કે અનાજના 15.8 ટકા સેમ્પલ ઉતરતી અને હલકી ગુણવત્તા ધરાવતા હતા જ્યારે 3.7 ટકા સેમ્પલ બિનસલામત અને 9 ટકા સેમ્પલ ઉપર ખોટા લેબલ ચોંટાડવામાં આવ્યા હતા (ઓથેન્ટિકેશન સોલ્યુશન પ્રોવાઇડર્સ એસોસિયેશને (ASPA) તેના અહેવાલમાં કહ્યું હતું.)
- સમયની તાતી જરૂરિયાત
હાલમાં આપણે મહામારી સામે લડી રહ્યા છે તેથી તંદુરસ્ત અને સલામત ખોરાક જ ખાવો એ અત્યંત મહત્વનું થઇ ગયું છે કેમ કે કોવિડ-19 માટે હજું કોઇ દવા શોધાઇ નથી તેથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ જ આપણને કોરોના વાઇરસથી બચાવી શકે તેમ છે. તેથી જ આયુષ મંત્રાલય અને FSSAI દ્વારા કેવો ખોરાક આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે તે દર્શાવતી એક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. કેટલાંક ડોક્ટરો અને ડાયેટિશિયનો પણ વિટામીન સી અને ડીથી ભરપુર ખોરાક ખાવાની ભલામણ કરી રહ્યા છે.
- ભારતમાં ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (FSSAI) નિયમનકારી સંસ્થા છે.
કોરોનાને હરાવવા તમારે તમારા ખોરાકને કેવી રીતે સલામત રાખવો અને કેવો તંદુરસ્ત ખોરાક ખાવો તે અંગે FSSAI દ્વારા વર્તમાન મહામારી દરમ્યાન એક ગાઇડલાઇન્સ બહાર પાડી હતી