પૂર્વભૂમિકા
આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ કરતી, પરિવહન માટે તદ્દન યોગ્ય સાધન ગણાતી, પર્યાવરણનું જતન કરનાર, સ્વચ્છ, પરવડી શકે એવી ભરોસાપાત્ર અને સાદી તથા જે છેલ્લી બે સદીઓથી ઉપયોગમાં આવી રહી છે એવી સાયકલની સર્વતોમુખી, ટકાઉપણા અને અસાધારણતાનો એકરાર કરતાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
સાયકલનો ઉપયોગ એ ટકાઉ વિકાસનું જતન કરવાનું સાધન છે, બાળકો અને યુવાન લોકો માટે શારીરિક શિક્ષણ સહિતના શિક્ષણને વધુ મજબૂત કરે છે, આરોગ્ય તંદુરસ્ત રાખે છે, રોગોને અટકાવે છે, ધૈર્ય, પારસ્પારિક સમજ અને સન્માન વધારે છે તથા શાંતિની સંસ્કૃતિ અને સામાજિક માળખાને સાનુકૂળ બનાવે છે માટે તેનો ઉપયોગ વધારવા અને તેના ઉપર વિશેષ ભાર મૂકવા તેના વપરાશકર્તાને પ્રોત્સાહિત કરે છે.
સમાજમાં સાયકલના ઉપયોગની ટેવ વિકસાવવા અને લોકોના શારીરિક અને માનસિક આરોગ્યને વધુ મજબૂત બનાવવાના સાધન તરીકે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે સાયકલ સ્પર્ધાનું આયોજન કરવાની પહેલને યુએનની સામાન્ય સભાએ આવકારી હતી.
પ્રતિક ચિહ્ન
પ્રોફેસર જ્હોન ઇ. સ્વેન્સનની મદદથી આઇઝેક્ ફેલ્ડે આ દિવસ માટેના પ્રતિકચિહ્નની ડિઝાઇન તૈયાર કરી હતી, જે વિશ્વભરના વિવિધ પ્રકારના સાયકલિસ્ટનું પ્રતિક છે. મૂળ સંદેશ એવો છે કે સાયકલ એ માનવતાને વરેલી છે અને તેની સેવા કરે છે.
ભારતમાં ગત વર્ષે થયેલી ઉજવણી
વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવા રવિવારે સવારે નવી દિલ્હીની સડકો ઉપર અંદાજે 10,000 સાયકલિસ્ટો ઉતરી પડ્યા હતા. બેંગ્લોરમાં પણ તાજેતરમાં જ ચૂંટાયેલા બાઇસિકલ મેયર સત્યા શંકરને સેંકડો સાયકલ સવારો સાથે 10 કિ.મી. લાંબી રેસનું નેતૃત્વ કર્યું હતું, તે સાથે જ શહેરના અન્ય ભાગોમાં પણ આ દિવસની ઉજવણી થઇ હતી.