દેહરાદૂન: ચારધામ યાત્રા શરૂ થવામાં ભલે ત્રણ મહિનાથી પણ વધુનો સમય બાકી રહેલો હોય, પરંતુ તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. બરદીનાથ ધામના કપાટ ખુલવાના તારીખ આજે જાહેરાત કરવામાં આવશે. આ સાથે નરેન્દ્રનગર મહેલમાં વિધિ વિધાન સાથે પૂજારી કપાટ ખોલવાની તારીખ જાહેર કરશે.
કપાટ ખોલ્યા પહેલા પરંપરા અનુસાર, વિધિ-વિધાન સાથે ગાડુઘડા યાત્રાને પણ મોકલવામાં આવી છે. સદીઓની પંરપરા અનુસાર ટિહરી રાજ પરિવારની મહિલાઓએ તૈયાર કરેલા તલના તેલને ઘડામાં ભરીને બદરીનાથ ધામ ખાતે મોકલવામાં આવે છે.
તલના તેલથી કપાટ ખૂલ્યા બાદ આવનારા 6 મહીના ભગવાનના ઘરેણા અને પૂજા અર્ચના કરવામાં આવે છે, જેને સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિ-વિધાન સાથેે બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવશે.