વડાપ્રધાન મોદી આજે હરિયાણામાં બે રેલીઓ કરશે. જેમાં 12 કલાકે બાઢડા હલકાના ગામ ઘસોલામાં સભાને સંબોધશે. 17 વિધાનસભા વિસ્તારના ઉમેદવારને લઇને વડાપ્રધાન ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરશે.
![સૌજન્ય ANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cats_1510newsroom_1571108846_484.jpg)
ચરખી દાદરી બાદ વડાપ્રધાન મોદી કુરૂક્ષેત્ર ખાતે પહોંચશે. જ્યાં પણ સભાને સંબોધન કરશે. જ્યાં સીએમ મનોહર લાલ ખટ્ટર સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત કોંગ્રેસ ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે મહારાષ્ટ્રમાં બે રેલીને સંબોધન કરશે જેમાં તે વાની અને અરવીમાં રેલીને સંબોધન કરશે જ્યાં કોંગ્રેસના ટોંચના નેતાઓ ઉપસ્થિત રહેશે.