સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસ પર સુનાવણીનો આજે અંતિમ દિવસ છે. આજે સુનાવણીના 40મા દિવસે ખંડપીઠે આ કેસમાં સામેલ તમામ પક્ષકારો માટે 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને જવાબ માટે એક કલાકનો સમય મળશે.
સુનાવણી પૂર્ણ થયા બાદ મુખ્ય ન્યાયાધીશ ગોગોઇએ ચુકાદો આપવા માટે લગભગ 4 અઠવાડિયા જેટલો સમય માંગ્યો છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે રંજન ગોગોઈ નિવૃત્તિ પહેલાં ચુકાદો આપી શકે છે.
સુપ્રીમ કોર્ટ આજે સાંજના 5 વાગ્યા સુધી કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પણ આ કેસની સુનાવણી સાંજે પાંચ વાગ્યા સુધી કરી હતી. જોકે તમામ પક્ષના વકીલોએ દલીલ પૂર્ણ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. પરંતુ, કોર્ટે તેને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સુનાવણીના 39માં દિવસે હિન્દુ પક્ષ વતી કે પરસારણ અને સી.એસ વૈદ્યનાથે દલીલો કરી હતી કે ઇતિહાસમાં ભૂલ થઈ છે, હવે સુપ્રીમ કોર્ટમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે.
મુસ્લિમો કોઈપણ મસ્જિદમાં નમાજ પઢી શકે છે. અયોધ્યામાં જ 50-60 મસ્જિદો છે. પરંતુ, હિન્દુઓ માટે તે સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ છે અને ભગવાન રામનું જન્મસ્થળ બદલી શકાય નહી.