ઈતિહાસમાં ઉપલબ્ધ જાણકારીના આધારે વર્ષ 1528માં બાબરી મસ્જિદ બન્યા બાદથી 16 ઓક્ટોબરે, 2019 સુધીનો સમગ્ર ઘટનાક્રમ
- 1528 મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકીએ બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું.
- 1859 ભૂમિ પર કબ્જાને લઈને સાંપ્રદાયિક ઝઘડો. અંગ્રેજોએ વાડ (fencing) લગાવીને પૂજા કરવાની જગ્યા અલગ કરી. અંદરના ભાગમાં મુસ્લિમોને નમાજ, જ્યારે બહારના ભાગમાં હિન્દુઓને પૂજા કરવાની જગ્યા મળી.
- 1885 મહંત રઘુબીર દાસ ઉત્તર પ્રદેશ તત્કાલિન યૂનાઈટેડ પ્રોવિંસના ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં પહોંચ્યા. તેમણે વિવાદિત રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના બહાર મંડપ લગાવવાની પરવાનગી માગી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી.
- 1949 કથિત રીતે મૂર્તિઓ કેન્દ્રિય ગુંબજની (central dome) નીચે રાખી દેવામાં આવી, આ વિવાદિત ઢાંચાની બહાર છે.
- 1950 રામલલાની પૂજાના અધિકાર માટે ગોપાલ સિમલા વિશારદે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં અરજી (Suit) કરી
- 1950 પરમહમસ રામચંદ્ર દાસે મૂર્તિઓને ત્યાં રાખવા માટે અને પૂજા શરુ રાખવા માટે અરજી દાખલ કરી.
- 1981 ઉત્તર પ્રદેશ સુન્ની વક્ત બોર્ડે ભૂમિ પર માલિકીના હક માટે અરજી દાખલ કરી.
- 1 ફેબ્રુઆરી, 1986 સ્થાનિક કોર્ટે સરકારને હિન્દુ શ્રદ્ધાળુઓ માટે સાઈટ ખોલવા માટે આદેશ કર્યો.
- 14 ઓગસ્ટ, 1989 અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત ઢાંચાના સંદર્ભમાં યથા સ્થિતિ (status quo) અકબંધ રાખવા માટે આદેશ કર્યો.
- 6 ડિસેમ્બર 1992 બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તોડી પાડવામાં આવ્યો. તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશની સરકારને બરતરફ કરી દીધી.
આ પણ વાંચો....આવતીકાલે અયોધ્યા ચુકાદો: દેશભરમાં એલર્ટ, મોદીએ શાંતિ જાળવવા કરી અપીલ
- 16 ડિસેમ્બર 1992 જસ્ટિસ એમ.એસ લિબ્રહાનીની અધ્યક્ષતામાં PM નરસિંહરાવે તપાસ આયોગની રચના કરી.
- 3 એપ્રિલ 1993 વિવાદિત ક્ષેત્રના અધિગ્રહણ માટે સંસદમાં ચોક્કસ ક્ષેત્રની પ્રાપ્તિ અયોધ્યા અધિનિયમ 1993 (The Acquisition of Certain Area at Ayodhya Act, 1993) પસાર કર્યો.
- કેન્દ્ર સરકારનો કાયદો The Acquisition of Certain Area at Ayodhya Act, 1993ના જોગવાઈઓની વિરુદ્ધ ઈસ્માઈલ ફારુકી અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા.
- 24 ઓક્ટોબર 1994 ઈસ્માઈલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટનો એતિહાસિક નિર્ણયમાં કહ્યું, કે, મસ્જિદ ઈસ્લામનો અનિવાર્ય (integral) અંગ નથી.
- સપ્ટેમ્બર 1997 બાબરી મસ્જિદ તોડવાનો મામલો સંભાળી રહેલી વિશેષ કોર્ટે 49 આરોપીઓની વિરુદ્ધ આરોપ રચવા આદેશ આપ્યો. આરોપીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહ જેવા દિગ્ગજ લોકો સામેલ હતાં.
- 2001 વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે માર્ચ 2002ની ડેડલાઈન નક્કી કરી.
- 4 ફેબ્રુઆરી 2002 વિશ્વ હિન્દુ પરિષદના દબાણમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જેમાં અયોધ્યામાં કોઈ પણ ધાર્મિક ગતિવિધિ પર રોક લગાવવાનો વચગાળાનો આદેશ હટાવવાની અપીલ કરવામાં આવી.
- 6 ફેબ્રુઆરી 2002 ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી આવનાર કાર સેવકો પર હુમલો. ટ્રેન પર થયેલા હુમલામાં 59 લોકોના મોત થયા હતાં. જે બાદ ગુજરાતમાં રમખાણમાં એક હજારથી વધારે લોકોના મોત થયા હતાં.
- એપ્રિલ 2002 અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અયોધ્યાની વિવાદિત ભૂમિના માલિકીના હક પર સુનાવણી શરુ.
- જૂન 2002 તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અયોધ્યા સેલની રચના કરી હતી. જેનો હેતુ હિન્દુ અને મુસ્લિમ નેતાઓ વાત કરવાનો હતો.
- 13 માર્ચ 2002 અસલમ ઉર્ફ ભૂરે કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ. અધિગ્રહણની જમીન પર કોઈ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિ પર રોક લગાવી.
- 14 માર્ચ સુપ્રીમ કોર્ટે ધાર્મિક ગતિવિધિઓ પર રોકનો વચગાળાનો આદેશ. કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટમાં જમીનનો મામલો (civil suit) પુરો ન થાય ત્યાં સુધી પ્રભાવી રહશે. જેનો હેતું સમુદાયિક સૌહાદ અખંડને રાખવાનો હતો.
- જૂન 2009 જસ્ટિસ લિબ્રહાન સમિતિને સરકારને રિપોર્ટ આપી, આ સાર્વજનિક નહતી કરવામાં આવી.
- 30 સપ્ટેમ્બર 2010 અલ્હાબાદ હાઈકોર્ટે 2:1ના બહુમતથી વિવાદિત જમીનને ત્રણ સરખા ભાગમાં વહેચવાનો ચૂકાદા આપ્યો. આ ત્રણ પક્ષ છે, નિર્મોહી અખાડા, રામ લલા અને સુન્ની વક્ત બોર્ડ.
- 6 મે 2011 અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા પર રોક લગાવી.
- 26 ફેબ્રુઆરી 2016 સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. સ્વામીએ વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની પરવાનગી માગી.
2017
- 21 માર્ચ 2017 તત્કાલિન ચીફ જસ્ટિસ (CJI) જે.એસ ખેહરે બધા પક્ષકારોને કોર્ટની બહાર બોલાવીને સમાધાન કરવાનું સૂચન કર્યું.
- 19 એપ્રિલ 2017 ભાજપ નેતાઓને કોર્ટની કાર્યવાહીમાંથી રાહત ન મળી.
- 7 ઓગસ્ટ 2017 સુપ્રીમ કોર્ટ ત્રણ જજોની બેંચની રચના કરી. બેંચની સમક્ષ અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો.
- 8 ઓગસ્ટ 2017 ઉત્તર પ્રદેશ શિયા સેન્ટલ વક્ત બોર્ડે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી. વક્ત બોર્ડે કહ્યું કે, વિવાદિત સ્થળથી થોડા દુર મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં મસ્જિદ બનાવી શકાય.
- 11 ઓગસ્ટ 2017 સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ સાથે જોડાયેલી 13 અપીલો પર સુનાવણી માટે 5 ડિસેમ્બર 2017ના દિવસની પંસદગી કરી. આ 15મી સદીના બાબરી મસ્જિદ તોડવાની 25મી વર્ષગાંઠ હતી.
- 11 સપ્ટેમ્બર 2017 સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને આદેશ આપ્યો. ઓબ્જર્વરના રુપમાં બે એડિશનલ જિલ્લા જજોના નામ નક્કી કરવા માટે કહ્યું.
- 20 નવેમ્બર 2017 શિયા સેન્ટ્રલ વક્ત બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, અયોધ્યામાં મંદિરનું નિર્માણ કરી શકાય છે. અને લખનઉમાં એક મસ્જિદ બનાવી શકાય છે.
- 1 ડિસેમ્બર 2017 32 માનવાધિકાર કાર્યકર્તાઓએ અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચૂકાદાની વિરુદ્ધ અરજી દાખલ કરી.
- 5 ડિસેમ્બર 2017 સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ટાઈટલ વિવાદની સુનાવણી માટે 8 ફેબ્રુઆરી 2018ની તારીખ નક્કી કરી. આ કેસમાં ધણા પક્ષો સામેલ છે. અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચૂકાદાને પડકારવામાં આવ્યો.
- તત્કાલિન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એક.અબ્દુલ નજીરની વિશેષ બેંચની રચના કરી. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટની વિરુદ્ધ દાખલ કુલ 13 અરજીઓ સુનાવણીનો નિર્ણય થયો. અલ્હાબાદ હાઈકોર્ટે ચાર સિવિલ સૂટમાં આ નિર્ણય આપ્યો.
2018
- 8 ફેબ્રુઆરી 2018 સુપ્રીમ કોર્ટમાં સિવિલ અપીલના મામલામાં સુનાવણી શરુ.
- 14 માર્ચ 2018 સુપ્રીમ કોર્ટે બધી અરજીઓને ફગાવી દીધી. જેમા સ્વામી અને અન્ય લોકોએ આ કેસમાં એક પક્ષ હોવાનો દાવો કર્યો હતો.
- 23 માર્ચ 2018 1994ના પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મસ્જિદ ઈસ્લામ અને નમાજ માટે અનિવાર્ય નથી.
- રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ સાથે જોડાયેલા મુસ્લિમ પક્ષોએ કહ્યું કે, જમીન વિવાદના કેસની સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના સ્ટેન્ડ પર ફરીથી વિચાર કરવો જોઈએ,
- 1994માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ કોઈ પણ જગ્યાએ નમાજ પઢી શકે છે. ખુલ્લી જગ્યામાં પણ...
- 9 એપ્રિલ 2018 રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. જેમાં 1994ના ચૂકાદા પર ફરી વિચાર કરવાની માગ કરવામાં આવી. ચૂકાદામાં એક મોટી બેંચમાં સુનાવણી કરે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર ફરીથી વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી.
- 6 જુલાઈ 2018 ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, કેટલાક લોકો 1994ના ચૂકાદા પર ફરી વિચાર કરવાની માગ કરી રહ્યાં છે. જેનો હેતુ કેસની સુનાવણીમાં સમય બગાડવાનો છે. UP સરકારે રામ જન્મભૂમી બાબરી મસ્જિદ જમીન વિવાદમાં મુસ્લિમ પક્ષકારો પર સુપ્રીમ કોર્ટમાં જાણી જોઈને મોડું કરવાનો આરોપ લગાવ્યો. સરકારે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોની ભાવના આ કેસ સાથે જોડાયેલી છે.
- 20 જુલાઈ સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો.
- 27 સપ્ટેમ્બર 2018 ત્રણ જજોની બેંચે 2:1ના બહુમતથી પોતાનો ચૂકાદા આપ્યો. બેંચ 1994ના પોતાના ચૂકાદામાં સાત જજોની બેંચ મોકલવા અને ફરી વિચાર કરવા માટે ના પાડી. ત્રણ જજોની નવી બેંચમાં સુનાવણી તારીખ 29 ઓક્ટોબર નક્કી કરી.
- અરજીકર્તાઓએ કહ્યું હતું કે, ઈસ્લામમાં નમાજની જગ્યા રૂપમાં મસ્જિદ અનિવાર્ય ભાગ છે.
- આ અગાઉ 1994માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે કહ્યું હતું કે, મસ્જિદ ઈસ્લામ અને નમાજ માટે અનિવાર્ય નથી.
- 29 ઓક્ટોબર 2018 ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી ત્રણ જજોની બેંચ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ કેસમાં જાન્યુઆરીમાં 2019માં લિસ્ટ કરવાનો આદેશ આપ્યો.
- મામલાની જલ્દી સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વિષય જાન્યુઆરીમાં બેંચની રચના કર્યા બાદ સુનાવણી કરવામાં આવશે.
- 5 ડિસેમ્બર 2018 અલ્પસંખ્યા સમુદાયના લોકોની અરજી પર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો. અરજીકર્તાઓએ લોકસભા ચૂંટણી 2019નો હવાલો આપતા વિવાદિત જમીન સાથે જોડાયેલા કેસની સુનાવણી 15 જુલાઈ 2019 સુધી ટાળવાની અપીલ કરી.
2019
- 4 જાન્યુઆરી 2019 સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમુચિત બેંચની રચના કરી લેવામાં આવી છે. કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જન્મભૂમિ વિવાદના કેસમાં સુનાવણીની તારીખ પર 10 જાન્યુઆરીએ આદેશ પસાર કરશે.
- 10 જાન્યુઆરી 2019 રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદના કેસ માટે રચાયેલી 5 જજોની બંધારણીય બેંચે જસ્ટિસ યૂયૂ લલિત અલગ થઈ ગયા.
- UP સુન્ની વક્ત બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું કે, તે જસ્ટિસ યૂયૂ લલિત, 1997માં અપરાધિક અવમાનના મામલામાં આરોપી કલ્યાણ સિંહની સરકારની પક્ષ રાખી ચૂંક્યા છે. રાજીવ ધવને આ મામલામા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદના કેસ સાથે જોડયો.
- 25 જાન્યુઆરી 2019 CJI રંજન ગોગોઈએ પાંચ જજોની બંધારણીય બેંચની ફરી રચના કરી.
- 29 જાન્યુઆરી 2019 કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 2003ની યથાસ્થિતિ (status quo) હટાવવાની અપીલ કરી. સરકારે કહ્યું કે, વિવાદિત ભૂખંડની આસપાસ અધિગ્રહણ કરવામાં આવેલી જમીન તેના વાસ્તિવિક માલિક રામ જન્મભૂમિ ન્યાયને આપવા માગે છે.
- 4 ફેબ્રુઆરી 2019 સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજીમાં દાખલ કરવામાં આવી. જેમાં કેન્દ્ર સરકાર 1993ના ચૂકાદાને બંધારણીય સવાલ ઉભા કરવામાં આવ્યા. કેન્દ્રના કાયદા હેઠળ 67.703 એકર જમીનના અધિગ્રહણ પર સવાલ કરવામાં આવ્યો. જેમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદની જમીન પણ અધિગ્રહિત કરવામાં આવી હતી.
- 8 ફેબ્રુઆરી 2019 70 વર્ષથી વધારે જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બધા પક્ષો ફક્ત જમીન વિવાદની જેમ જુએ છે.
- 26 ફેબ્રુઆરી 2019 મધ્યસ્થીના પક્ષમાં સુપ્રીમ કોર્ટ. શું મધ્યસ્થની નિયુક્તિ કોર્ટ કરશે? આ સવાલ પર આદેશ માટે કેસને પાંચ માર્ચ માટે ફિક્સ કરવામાં આવ્યો.
- 6 માર્ચ 2019 શું મધ્યસ્થીથી રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદનું સમાધાન કરી શક્યા છે? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
- 6 માર્ચ 2019 શું મધ્યસ્થીથી રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદનું સમાધાન કરી શક્યા છે? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
- 9 મે 2019 મધ્યસ્થી કમીટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોપ્યો.
- 6 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદના કેસની દરરોજ સુનાવણી શરુ
- 16 ઓક્ટોબર 2019 2.77 એકર જમીન માટે માલિકીના હક માટે સુપ્રીમ કોર્ટમાં કુલ 40 દિવસ સુધી સુનાવણી સમાપ્ત થઈ.