ETV Bharat / bharat

પ્રતિબંધ પછી ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી ટિકટૉક એપ - ટિકટૉક પર પ્રતિબંધ

ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી ટિક-ટૉક એપને હટાવવામાં આવી છે. જો કે, પહેલાથી જ ટિકટૉક એપ્લિકેશન ડાઉનલોડ કરેલા વપરાશકર્તાઓ હજી પણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

ટિકટૉક એપ
ટિકટૉક એપ
author img

By

Published : Jun 30, 2020, 4:06 PM IST

નવી દિલ્હી: સરકારના પ્રતિબંધના 12 કલાકની અંદર, ભારતની સૌથી લોકપ્રિય એપ્લિકેશન, ટિકટૉકને ગુગલ પ્લે-સ્ટોર અને એપલ સ્ટોરથી હટાવી દેવામાં આવી છે.

પ્રતિબંધ પછી ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી ટિકટૉક એપ

ગૂગલ ઈન્ડિયા અથવા એપલે હજી સુધી ટિકટૉકને દૂર કરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, ત્યારે પ્રતિબંધિત 59 એપ્લિકેશનોમાંથી કેમ સ્કેનર, યુસી બ્રાઉઝર, શેર-ઇટ અને વીચેટ એ અન્ય એપ્લિકેશનો છે જે હજી પ્લે-સ્ટોરમાં છે અને એપ્લિકેશન સ્ટોર પર છે.

સોમવારે ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ખૂબ જ લોકપ્રિય ટિકિટૉક અને યુસી બ્રાઉઝરનો સમાવેશ થાય છે. સરકારે કહ્યું કે આ એપ્સ દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સલામતીને લઇને પૂર્વાગ્રહથી ગ્રસ્ત છે.

ટિકટોક ઇન્ડિયાના હેડ નિખિલ ગાંધીએ કહ્યું છે કે ભારત સરકારે 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અમે આ આદેશનું પાલન કરી રહ્યા છીએ. આ માટે, અમે સરકારી એજન્સીઓને પણ મળીશું અને અમારા ખુલાસા રજૂ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.