છેલ્લા કેટલાક દિવસથી નિર્ભયા કેસના દોષીઓની ફાંસી મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. દોષી એક પછી એક કોર્ટમાં દયા અરજી દાખલ કરી રહ્યાં છે. જેના કારણે સજાની તારીખ પાછી ઠેલવાઈ રહી છે.
આ બધાની વચ્ચે જેલ અધિકારીઓએ ન્યાયાધીશ સમક્ષ એક સ્ટેટસ રિપોર્ટમાં આ દયા અરજીનો વિરોધ કર્યો છે. અદાલતે ગુરૂવારે દોષીઓની અરજીના જવાબમાં જેલ પ્રશાસનની પ્રતિક્રિયાની માગ કરતાં એક નોટીસ જાહેર કરી છે. જેમાં 1 ફેબ્રુઆરીએ થનાર ફાંસીને રોકવાની માગને પડકાર આપ્યો હતો અને ફાંસીની રોક અંગે વિરોધ કર્યો હતો.
નિર્ભયા કેસના આરોપી પવને પુનર્વિચાર અરજી દાખલ કરી
નિર્ભયાના આરોપી વિનય શર્માએ દાખલ કરી દયા અરજી
ફાંસી મેળવનાર ત્રણ દોષીઓ તરફથી વકીલ એ.પી.સિંહે અદાલતને સજાની તારીખ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે. કારણ કે, તેમની પાસે કાયદીય રીતે બીજો કોઈ વિકલ્પ નથી.
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 17 જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી હતી. જેને શનિવારે ન્યાયિક સમીક્ષાની માંગણી કરી હતી. દોષી અક્ષય ઠાકુરે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન અરજી દાખલ કરી હતી. તિહાડ જેલ અધિકારીઓએ મંગળવારે આ વિશે માહિતી આપી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે દયા અરજી નકાર્યા પછી દોષી મુકેશની ન્યાયિક સમીક્ષાની અરજી પર ચુકાદો આપશે.
તો બીજી તરફ તિહાડ પ્રશાસને દોષીઓને ફાંસીએ લટકાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. છતાં ફાંસીને કોઈપણ સમયે મુલતવી રાખવાની શક્યતા છે. કારણે કે, દોષી વિનય શર્માની દયાની અરજી નામંજૂર થયા પછી, તેને ફાંસી આપતાં પહેલા તેને ઓછામાં ઓછા 14 દિવસ આપવા પડશે. તો આ સ્થિતિમાં તિહાડ વહીવટીતંત્રએ નવું ડેથ વોરંટ કાઢવું પડશે.