ETV Bharat / bharat

દુશ્મન સામે ફૂંફાડોઃ દુશ્મનના ગાઢ મોકળા કરી દેનારું રફાલ ભારતીય સેનામાં સામેલ - lac

પાકિસ્તાનમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડા પર બોમ્બમારો કરવા માટે હવે તેની હદમાં ઘૂસવાની આપણે જરૂર નથી. આપણું હવાઈ દળ હવે આપણા જ હવાઈ ક્ષેત્રમાં રહીને દુશ્મન દેશમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડા પર બોમ્બમારો કરી શકે છે. દુશ્મનોને અણસાર પણ ના આવે તે પહેલાં કામગારી પાર પણ પડી જાય.

thunderbolts-on-enemy-henceforth
દુશ્મન સામે ફૂંફાડોઃ દુશ્મનના ગાઢ મોકળા કરી દેનારું રફાલ ભારતીય સેનામાં સામેલ
author img

By

Published : Jul 29, 2020, 7:06 PM IST

ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડા પર બોમ્બમારો કરવા માટે હવે તેની હદમાં ઘૂસવાની આપણે જરૂર નથી. આપણું હવાઈ દળ હવે આપણા જ હવાઈ ક્ષેત્રમાં રહીને દુશ્મન દેશમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડા પર બોમ્બમારો કરી શકે છે. દુશ્મનોને અણસાર પણ ના આવે તે પહેલાં કામગારી પાર પણ પડી જાય.

રફાલ લડાયક વિમાનના આગમન સાથે આવી શક્યતા હવે વાસ્તવિક બની છે. આ શક્તિશાળી વિમાન લેહના પર્વતીય પ્રદેશોમાંથી પણ ઉડાણ ભરી શકે છે. ચીનની સરહદ નજીક આ રીતે તે કામગીરી બજાવી શકે છે.

ફ્રેન્ચમાં રફાલનો અર્થ થાય છે હવાનો ફૂંફાડો, જેને લશ્કરી રીતે આગનો ભડકો પણ કહી શકાય. તેના નામ પ્રમાણે રફાલ ભારતના દુશ્મનો સામે ફૂંફાડો મારી શકે તેવું છે. ફ્રાન્સ અને ઇજિપ્તમાં રફાલ વિમાનો છે, પણ ભારતને આપવામાં આવેલા રફાલને વધારે સજ્જ કરીને દુશ્મન માટે મારક બનાવી દેવાયા છે.

મિટિયોર મિસાઇલ્સથી એર-ટુ-એર લક્ષ્ય પર વાર કરી શકાય છે. તેનાથી દુશ્મનના વિમાને, ડ્રોનને અને 150 કિમી દૂર સુધીની ક્રૂઝ મિસાઇલને તોડી પાડી શકાય છે. આપણા વિમાનની હાજરી વર્તાય તે પહેલાં તો દુશ્મનના વિમાનનો ખાતમો બોલી ગયો હોય. મિટિયોરમાં રોકેટ રેમજેટ મોટર હોય છે, જેના કારણે તેની ક્ષમતા ખૂબ વધી જાય છે. બીજું કે તે દરેક મોસમમાં કામ કરી શકે છે.

બીજી મિસાઇલ છે સ્ક્લેપ છે, જે જમીન પરના લક્ષ્યાંકનો ખાતમો બોલાવવા માટે છે. 300 કિમી દૂરથી તે દુશ્મન સેનાના થાણાને ધ્વસ્ત કરી શકે છે.

માઇકા મિસાઇલ નજીક સુધી આવી ગયેલા દુશ્મન વિમાનને તોડી પાડવા માટે છે. તેની રેન્જ 80 કિમીની છે. તે સાયલન્ટ કિલર તરીકે જાણીતી થઈ છે.

તેની સાથે ‘સ્પેક્ટ્રા’ ઇલેક્ટ્રોનિક કૉમ્બેટ સિસ્ટમ આવે છે. તેનાથી દુશ્મનના રડારને આંતરી શકાય છે રફાલની હાજરીને છુપાવી શકાય છે. તેમાં પાવરફુલ જામર, લેસર વૉર્નિંગ રિસિવર અને 360 ડિગ્રીથી કોઈ પણ દિશામાંથી આવતી મિસાઇલને પણ પારખી શકે તેવી ક્ષમતા છે. સાથે જ આ સિસ્ટમ પાઇલટને ટાર્ગેટ પર હુમલો કરવામાં મદદરૂપ થાય છે.

તેનાથી ફ્લેર અને શાફ્ટ છોડી શકાય છે. સાથે જ ટોડ ડિકોટ સિસ્ટમ પણ છે, જે દુશ્મનના રડારને, મિસાઇલ લૉન્ચરને પણ ગેરમાર્ગે દોરી શકે છે. તેના કારણે રફાલથી દુશ્મન પ્રદેશમાં હુમલો કરીને સફળતાપૂર્વક પરત ફરી શકાય છે.

RBE-2A એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે મલ્ટી મોડ રડાર (AESA) રફાલમાં બેસાડેલું છે. 124 માઇલ સુધીના એકસોથી વધુ ટાર્ગેટને તેનાથી ટ્રેક કરી શકાય છે. એક સાથે 8 ટાર્ગેટ પર વાર કરી શકે છે. હવામાંથી વાર થવાનો ખતરો હોય ત્યારે તે પારખીને પાઇલોટને સાવધ કરી શકે છે.

રફાલની કોકપીટ અત્યાધુનિક છે અને તેમાં હોલોગ્રાફિક ડિસ્પ્લે સિસ્ટમ છે. તેના કારણે વિમાનના નિયંત્રણો, મિશન માટેનો ડેટા અને વેપન છોડવા માટેનું કાર્ય સહેલું બની જાય છે. નજરની સામે જ રહે તે રીતે માહિતી ડિસ્પ્લે થાય છે, જેથી પાઇલટને માહિતી માટે નીચે જોવું પડતું નથી.

વિમાનની ઉપર એવું કોટિંગ કરવામાં આવેલું છે કે દુશ્મનના રડાર વેવ્ઝને તે શોષી લે છે અને હાજરી વર્તાતી નથી.

વિમાનમાં 30mm ગોળા છોડી શકે તેવી ગન લગાવેલી છે.

હવામાં જ તેમાં ફ્યુઅલ ભરી શકાય છે. જરૂર પડે સાથી ફાઇટર વિમાનને પણ ફ્યુઅલ આપી શકે છે.

ભારત માટે સાનુકૂળ

ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રફાલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

ઇઝરાયલમાં બનેલી હેલમેટ સાથે જોડાયેલી ડિસ્પ્લે સિસ્ટમ. તેના કારણે વધારે સારી રીતે શસ્ત્રો છોડી શકાય છે.

આ ઉપરાંત રડાર એલર્ટ રિસિવર, લૉ બેન્ડ જેમર, 10 કલાકની એવિએશન ડેટા રેકોર્ટિંગની સુવિધા, ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમ પણ જોડવામાં આવી છે. લેહ જેવા બરફિલા વિસ્તારમાં ઉપયોગી થાય તેવી કોલ્ડ એન્જિન સ્ટાર્ટ ક્ષમતા પણ ઉમેરવામાં આવી છે.

ભારતની જરૂરિયાત મુજબની હેમર મિસાઇલ જોડવામાં આવી છે, જે 60 કિમી સુધીના ટાર્ગેટ પર વાર કરી શકે છે.

રફાલની વિશેષતાઓ

રફાલની વિંગ ડેલ્ટા આકારની છે, તેના કારણે તે વધુ સારી રીતે આડુંઅવળું ઊડી શકે છે અને સુપરસોનિક ગતિએ પણ સ્થિર રહી શકે છે.

તેનું વિશિષ્ટ માળખું અને તેની સાથે જોડાયેલા શસ્ત્રો અને સેન્સર્સને કારણે રફાલને મલ્ટિ પરપઝ ફાઇટર એરક્રાક્ટ ગણવામાં આવે છે.

તે હવાઈ સુરક્ષા સાથે ભૂમિ દળને સહાયરૂપ થઈ શકે છે. દુશ્મન દેશમાં ઘૂસીને વાર કરી શકે છે, જાસૂસી કરે છે, લડાયક જહાજનો નાશ કરી શકે છે. દુશ્મનના રડારને જામ કરી શકે છે અને ભૂમિ, સમુદ્ર કે હવામાં દુશ્મનના વિમાનની હાજરીને પારખી શકે છે.

રફાલ વિમાનથી જરૂર પડે અણુ શસ્ત્રોથી પણ વાર કરી શકાય છે.

રફાલને ક્યાં ગોઠવાશે?

પ્રથમ સ્ક્વોડન: અંબાલાની ગોલ્ડન એરોઝની 17મી સ્ક્વોડન

દ્વિતિય સ્ક્વોડન: પશ્ચિમ બંગાળમાં હસિમારામાં 101મી ફાલ્કન સ્ક્વોડન

રફાલ વિમાનોની સ્ક્વોડન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ હવાઇ અડ્ડા પર 400 કરોડ રૂપિયાના ખર્ચે ભારત તૈયાર પણ કરી લીધી છે. કુલ 36 રફાલ વિમાનો આવશે તેમાંથી 6 વિમાનોનો ઉપયોગ તાલીમ માટે થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.