રાજસ્થાન: રાજ્યના ડુંગરપુરમાં દારૂની દુકાન અને તેન કલેક્શન ઓફિસમાં ચોરીની બે મોટી ઘટનાઓ બની છે. આ ઘટનાને જિલ્લા પોલીસ અધિક્ષક જય યાદવે ગંભીરતાથી લઇને તપાસ માટે બે ટીમ બનાવી છે. જેમાં કોટવાલી અને બિછીવાડા પોલીસ સાથે જિલ્લા સ્પેશિયલ ટીમને તપાસ સોંપવામાં આવી છે. SPએ જણાવ્યું કે, ચોરીની ઘટનાને પગલે નામી ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે અને ઘણાં પુરાવા પણ સામે હાથ લાગ્યા છે.
SPએ જણાવ્યું કે, ચોરીની ઘટના મામલે લાલા, અશોક અને વિપિન પર નજર રાખી હતી. આ ત્રણેય શંકાસ્પદ જણાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમણે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.
શું છે સમગ્ર ઘટના ?
27 જુલાઇના રોજ વીપીન મહાત્માએ કોતવાલી પોલીસ મથકમાં એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 26 જુલાઇની રાત્રે દારૂની દુકાન અને કલેક્શન ઓફિસની જાળી તોડી તેમાંથી 16 લાખ રૂપિયા રોકડા ચોરી કરવામાં આવ્યા હતા. આ સાથે જ 21 જૂનની રાત્રે બીછીવાડામાં પણ એક દારૂની દુકાનમાંથી 12 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ બન્ને ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.
SPએ જણાવ્યું કે, આ મામલે ધરપકડ થયેલા મુખ્ય આરોપી લાલા ઉર્ફે કાલીયા ધામોદ વિરુદ્ધ ગુજરાતના હિંમતનગરના બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાયેલી છે. આ આરોપીએ ગુજરાતના હિંમતનગર, પ્રાંતિજ, મહેસાણા, વિજાપુર અને માણસામાં લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીના પૈસાથી પોતાના મોજશોખ પૂરા કરતો હતો.