નવી દીલ્હી: કોરોના સંકટ આખા દેશમાં છે, પરંતુ જો દિલ્હીમાં ત્રણ સુપર સ્પ્રેડર્સ ન હોત તો તે વિશ્વની સૌથી સલામત રાજધાની હોત. આ સ્પ્રેડર્સમાં તબલીગી જમાતે દિલ્હીમાં કોરોના વાઈસરના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો કર્યો હતો. તે પછી પિઝા ડિલિવરી બોયે દક્ષિણ દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં 80 પરિવારોનું જીવન જોખમમાં મૂક્યું છે. હવે એક સગર્ભા સ્ત્રી કોરોના વાઈરસનો ફેલાવો કરી રહી છે. તે અજાત બાળક સાથે મૃત્યુને ભેટી હતી. તેમજ તેણે લગભગ 60 આરોગ્ય કર્મચારીઓના જીવનને જોખમમાં મૂક્યું છે.
કોરોના ચેપના કિસ્સામાં દિલ્હીનું નસીબ અત્યંત ખરાબ રહ્યું છે. રાજધાની વિશ્વના અન્ય દેશો કરતાં સુરક્ષિત હતી. પરંતુ ત્રણ સુપર સ્પ્રેડર્સે તેની આ છબી બગાડી છે. પહેલા જામાતીઓ ત્યાર બાદ પિઝા બોય અને હવે સગર્ભા સ્ત્રી જે ચેપને કારણે મૃત્યુ પામી છે. તેઓએ દિલ્હીને કોરોનાનું ઘર બનાવી દીધું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં દિલ્હીમાં કુલ 1510 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 1071 માર્કઝી તબલીગીના સાગરીતો હતા. ફક્ત 439 જ સામાન્ય લોકો હતા. આ દરમિયાન એક પીઝા બોય અને ગર્ભવતી મહિલાએ દિલ્હીની હાલત કફોડી બનાવી છે.
દિલ્હી સરકારે લોડાઉન 2.0 પહેલાં થોડી કડકતા સાથે દિલ્હીના 21 વિસ્તારોને હોટસ્પોટ્સ તરીકે સંપૂર્ણપણે સીલ કરી દીધા હતા. આમ છતા હોટસ્પોટ્સની સંખ્યામાં વધારો થયો છે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, થોડા દિવસોમાં હોટસ્પોટ 4 ગણા વધી ગયા છે. શુક્રવારે 67 પોઝિટિવ કેસ સાથે દિલ્હીમાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 1707 થઈ ગઈ છે. આ સિવાય શુક્રવારે 4 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા હતા. જે બાદ મોતની સંખ્યા 42 થઈ ગયો છે.
આરોગ્ય વ્યવસાયિકોના 27 લોકો તેમના પરિવાર સાથે જોખમ
ભગવાન મહાવીર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા મૃત્યુ પામી હતી. તેણે મુસાફરીનો ઇતિહાસ ડોક્ટર પાસે છુપાવ્યો હતો. તેમણે એમ પણ છુપાવી દીધું હતું કે, સ્થાનિક વહીવટી તંત્રે તેના સહિત પરિવારના 4 સભ્યોને 10 એપ્રિલથી 24 એપ્રિલ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સામાજિક કલંકના ડરથી તેણે આ વાત ડોક્ટર પાસેથી છુપાવી હતી. પરિણામે, તેની સાથે તેના સંપર્કમાં આવતા 27 આરોગ્ય કર્મચારીઓનાં જીવ પણ તેને જીવ જોખમમાં મુક્યા હતા. આ 27 લોકો પણ અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓ પણ કોરોના સ્પ્રેડર્સ બની શકે છે.