ETV Bharat / bharat

કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, ત્રણ ભાજપ નેતાઓની ગોળી મારીને હત્યા

કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ નેતાઓની ગોળી મારીને હત્યા કરી છે. તેમાંથી એક યુવા મોરચાના જનરલ સેકેરટરી હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ભાજપના પ્રદેશ મહામંત્રી ફિદા હુસેન અને અન્ય બે સાથી નેતાઓને ગોળી મારી હતી.આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
author img

By

Published : Oct 30, 2020, 7:00 AM IST

  • કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો
  • ત્રણ ભાજપ નેતાઓની ગોળી મારીને હત્યા
  • વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું

જમ્મુ કાશ્મીર: કાશ્મીરમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ નેતાઓની ગોળી મારીને હત્યા કરી છે. તેમાંથી એક યુવા મોરચાના જનરલ સેકેરટરી અને અન્ય બે નેતાઓ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ફિદા હુસેન અને અન્ય બે સાથી નેતાઓને ગોળી મારી હતી. હોસ્પિટલમાં લઈ જતાં ફિદા હુસેનનું મોત નીપજ્યું હતું જ્યારે બીજેપીના અન્ય બે નેતાઓનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

ભાજપના નેતાની ગોળી મારીને હત્યા

અન્ય હત્યા કરાયેલા ભાજપના નેતાઓની ઓળખ ઉમર રમઝાન હઝામ અને વસીમ અહમદ તરીકે થઈ છે. ભાજપના કાશ્મીરના મીડિયા ઇંચાર્જ મંજુર બટની હત્યા થવાની પુષ્ટિ થઈ છે. કાશ્મીરમાં આ પહેલીવાર છે જ્યારે ભાજપના ત્રણ નેતાઓની આતંકવાદીઓએ એક સાથે ગોળી મારીને હત્યા કરી છે. જોકે, બે મહિના પહેલા તેમણે ભાજપ સમર્થિત સરપંચોની પણ હત્યા કરી હતી.

હત્યા કરી આંતકી ફરાર

ફીદા હુસેન અને ઉમર હાજમ કાઝીગુંડના રહેવાસી છે. હુસેન જ્યારે કાર્યકરો સાથે ઘરે જતા હતા ત્યારે હુસેન પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ કારમાં આવ્યા હતા અને તેમણે ફાયરિંગ કર્યું હતું.ઘટનાને અંજામ આપી તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે, આંતકીઓની શોધખોળ ચાલુ છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું

  • I condemn the killing of 3 of our young Karyakartas. They were bright youngsters doing excellent work in J&K. My thoughts are with their families in this time of grief. May their souls rest in peace. https://t.co/uSfsUP3n3W

    — Narendra Modi (@narendramodi) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ ઘટનાના જાણ થતા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.