ETV Bharat / bharat

બિહારઃ ચંપારણમાં રાહુલ ગાંધીનું સંબોધન, કહ્યું- વડાપ્રધાને તમારી સાથે ચા પીધી? - કૃષિ કાયદા રદ

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે, વડાપ્રધાને બોલ્યા હતા કે, હવે હું આવીશ ત્યારે હું ચા પીશ, તો શું તેણે તમારી સાથે ચા પીધી? સાથે જ બિહારની જનતાને રોજગાર, ખેડૂતો માટે મહાગઠબંધન સરકારને મત આપવા કહ્યું છે.

 rahul
rahul
author img

By

Published : Oct 28, 2020, 5:13 PM IST

  • રાહુલ ગાંધીની પહેલી રેલી ચંપારણમાં યોજાઈ
  • સંબોધનમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું
  • રોજગાર, સ્વાસ્થ્ય બિહાર, કાળા કૃષિ કાયદા રદ જેવા કામ માટે બિહારની જનતાને વચન આપ્યું

પટના: રાહુલ ગાંધી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ગઠબંધન માટેના પ્રચાર માટે પશ્ચિમ ચંપારણ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની પહેલી રેલી ચંપારણમાં યોજાઈ હતી. તેમણે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, પીએમ થોડા વર્ષો પહેલા અહીં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ શેરડીના વિસ્તારમાં શુગર મિલ શરૂ કરશે, ત્યારે હું આ ખાંડ ચામાં ભેળવીને પીશ.

  • इस बार न्याय, रोज़गार, किसान-मज़दूर के लिए
    आपका वोट हो सिर्फ़ महागठबंधन के लिए।

    बिहार के पहले चरण के मतदान की आप सभी को शुभकामनाएँ।#आज_बदलेगा_बिहार

    — Rahul Gandhi (@RahulGandhi) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલે યુવાનોને રોજગારનું આપ્યું વચન

રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું કે, સાડા ચાર લાખ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરીને યુવાનોને રોજગાર આપશે. યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, હવે પુષ્કળ રોજગાર મળશે, યુવાનો બેકાર નહીં રહે, કારણ કે મહાગઠબંધન સરકાર સત્તા પર આવી રહી છે.

સ્વાસ્થ્ય બિહાર

વધુમાં ગાંધીએ કહ્યું હતું કે, બિહારની આરોગ્ય સેવાઓમાં પરિવર્તન લાવીને તેમને મજબૂત બનાવવામાં આવશે. જીડીપીના 8થી 10 ટકા સ્વાસ્થ્ય સેવાઓ માટે ખર્ચ કરવામાં આવશે. હવે બિહાર સ્વસ્થ રહેશે. કારણ કે આજે બિહાર બદલાશે.

કાળા કૃષિ કાયદા રદ કરશે

ગાંધીએ કહ્યું કે, તેઓ બિહારના ખેડૂતો સાથેના વચનનું પાલન કરશે. કેન્દ્રના 3 કાળા કૃષિ કાયદા રદ કરવામાં આવશે. કાળા કાયદાઓના પ્રકોપથી બિહારના ખેડૂતોને બચાવશે. બિહારનો ખેડૂત કહી રહ્યો છે કે મહાગઠબંધન જીતી રહ્યું છે.

દીકરીઓની સુરક્ષા

આજે બિહાર આ વર્તમાન સ્થિતિને બદલવા માટે મતદાન કરી રહ્યું છે. આજે બિહાર તેમની દીકરીઓની સુરક્ષા માટે મતદાન કરી રહ્યું છે. બિહાર તેની છોકરીઓને 'હન્ટરવાલે અંકલ' થી બચાવવા અને સજા અપાવવા માટે મતદાન કરી રહ્યું છે.

ભૂખમરો અને કુપોષણ જેવી સમસ્યાઓનો કરશે નાશ

રાહુલે વધુમાં કહ્યું કે, બિહાર નવા માર્ગ ઉપર આગળ વધી રહ્યું છે. રાજ્યમાંથી ભૂખમરો અને કુપોષણ દૂર કરશે. બિહાર પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ભોજનનો અધિકાર સુરક્ષિત કરીને ભૂખમરોને હરાવામાં આવશે. કુપોષણ જેવી સમસ્યાઓ પર પણ વાર કરવામાં આવશે. કારણ કે આજે બિહાર બદલાશે, નવી મહાગઠબંધન સરકાર લાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.