ETV Bharat / bharat

અખાતમાંથી નાગરિકોને પરત લાવવાનો આ સમય નથી: પૂર્વ રાજદૂત - Gulf countries news

અખાતના દેશોમાં આરોગ્ય કાળજી, એકાંતમાં રહેવાની અપૂરતી સુવિધાએ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કામ કરતા ભારતીય સ્થળાંતરિત કામદારોની કરુણ સ્થિતિ અંગે ચિંતા ઊભી કરી છે. ત્રીસ લાખ સ્થળાંતરિતો ઉપરાંત ૯૦ લાખ ભારતીય કામદારો ધરાવતા યુએઇએ ભારત સહિતના દેશોને તેમના નાગરિકોને આવનારા દિવસોમાં પોતાના દેશમાં લઈ જવા જણાવ્યું છે. આ બાબત કેરળના મુખ્ય પ્રધાન પિનરાયી વિજયે પણ ઉઠાવી હતી.

Etv bharat
Etv bharat
author img

By

Published : Apr 16, 2020, 12:19 AM IST

ન્યૂઝ ડેસ્કઃ અખાતના દેશોમાં આરોગ્યકાળજી, એકાંતમાં રહેવાની અપૂરતી સુવિધાએ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કામ કરતા ભારતીય સ્થળાંતરિત કામદારોની કરુણ સ્થિતિ અંગે ચિંતા ઊભી કરી છે. ત્રીસ લાખ સ્થળાંતરિતો ઉપરાંત ૯૦ લાખ ભારતીય કામદારો ધરાવતા યુએઇએ ભારત સહિતના દેશોને તેમના નાગરિકોને આવનારા દિવસોમાં પોતાના દેશમાં લઈ જવા જણાવ્યું છે. આ બાબત કેરળના મુખ્ય પ્રધાન પિનરાયી વિજયે પણ ઉઠાવી હતી.

કેરળમાંથી મોટા પ્રમાણમાં લોકો અખાતના દેશોમાં કામ કરવા જાય છે. વિજયને આ બાબત વડા પ્રધાન મોદીને પત્ર લખીને ઉઠાવી હતી. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ યુએઇમાં ભારતના પૂર્વ રાજદૂત અને ઓઆરએફ (ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન)માં સંશોધક સભ્ય નવદીપ સૂરી સાથે અખાતના દેશોમાં ઉકળી રહેલી કટોકટી, નોકરીઓ ગુમાવવી અને તેની ભારતમાં મોટા પ્રમાણમાં માનવ વસતિના પ્રવાહ પર સંભવિત અસર અંગે વાત કરી હતી. નિવૃત્ત રાજદ્વારીને લાગે છે કે આ માનવતાવાદી કટોકટી હજુ નથી જેમાં અખાતમાંથી લાખો લોકોને પરત લાવવા એ ઉકેલ હોઈ શકે.

તેમણે ઉમેર્યું હતું કે ભય ઊભો કરાવો ન જોઈએ. સૂરીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ પહેલાં આર્થિક સુસ્તી આવી ગઈ હતી અને જી-૨૦ જેવા સમૂહોએ આ મહામારી સામેની લડત માટેના તેમના પ્રસ્તાવો અમલી બને તે માટે ઘણું કરવાનું છે. પૂર્વ દૂતે ઉમેર્યું હતું કે બે પવિત્ર મસ્જિદના રખેવાળ સાઉદી અરેબિયા સહિત ઇસ્લામિક દેશોપણ વિચારી રહ્યા છે કે હજ સહિત ધાર્મિક એકત્રીકરણ માટે કયાં પરિવર્તનો કરવાની જરૂર છે.

આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ચીનના ગુણો અપનાવવા ન જોઈએ : નવદીપ સુરી

એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણએ કહ્યું હતું કે 'હૂ'માંથી પદાર્થ પાઠ આજે પ્રતિષ્ઠિત એવાં અન્ય અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોને લાગુ પડે છે જેથી તેઓ ચીનના પ્રભાવમાં કે દબાણમાં ન આવી જાય. તેઓ એમ પણ કહે છે કે પૂરવઠા શ્રૃંખલામાં રહેલા અવરોધોને દૂર કરવાનું શરૂ કરવું જોઈએ કારણકે ભારતમાં આર્થિક સામાન્ય સ્થિતિને કેટલીક હદે પુનઃસ્થાપિત કરવા માટે આ અગત્યનું પગલું છે.

પ્રશ્ન- અખાતમાં સ્થળાંતરિત મજૂરો લાંબા સમયથી આરોગ્યના પ્રશ્નો અનુભવે છે. તેઓ મહામારીની વચ્ચે અત્યારે કયા પ્રકારની માનવતાવાદી કટોકટી અનુભવી રહ્યા છે?

જવાબ- ચાહે તે સાઉદી હોય કે અમિરાત, વિવિધ અખાતના દેશોની ચોક્કસ અલગ-અલગ પ્રણાલિઓ છે. મને એવો કોઈ અહેવાલ ધ્યાનમાં નથી આવ્યો કે આરોગ્યકાળજીના મુદ્દાઓના કારણે માનવતાવાદી આપત્તિ કે કટોકટી હોય. હા, કોઈક અપવાદરૂપ કિસ્સાઓ હોઈ શકે છે. અત્યારે મોટા ભાગની સરકારો એમ કહી રહી છે કે તેઓ જરૂરી આરોગ્યકાળજી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. સ્વાભાવિક જ તેઓ ઈચ્છે છે કે લોકો તેમના દેશોમાં પરત ફરે, જે લોકો ફસાયેલા છે કે નોકરી ગુમાવી બેઠા છે તેઓ ખાસ, પરંતુ તે બીજી વાત છે. પહેલાં તો આર્થિક મંદી છે, પછી આરોગ્ય કટોકટી છે અને અખાત પણ તેમાંથી બાકાત નથી. બીજા દેશોની જેમ તેમને પણ ખરાબ અસર થઈ છે. દરેક દેશ તેની પોતાની રીતે તેને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

પ્રશ્ન- કેરળના મુખ્ય પ્રધાન પિનરાયી વિજયને વડા પ્રધાન મોદીને આ અંગે પત્ર લખ્યો છે. અહેવાલો પ્રમાણે, નર્સો, નાના વેપારીઓ, મજૂરો વગેરેને સારી એવી સંખ્યામાં અસર થઈ છે. મોટા ભાગના સ્થળાંતરિતો ભારતથી સસ્તી દવાઓ મગાવે છે. આ ગંભીર અછતની સામે કામ પાર પાડવા ભારત સરકાર શું કરી શકે?

જવાબ- હું સૂચન કરીશક કે આપણા રાજદૂતો અને કાન્સ્યુલ જનરલ સાથે વાત કરો અને જુઓ કે તેઓ, તેઓ કરી શકે તે શ્રેષ્ઠ સંભવિત સહાય પૂરી પાડવામાં સક્રિય રીતે લાગેલા છે કે કેમ. તેમણે સામુદાયિક સંગઠનનોનું નેટવર્ક ઊભું કર્યું છે જે યજમાન સરકારો સાથે નિકટ રીતે કામ કરી રહ્યું છે. ત્યાં ભારતીયોની સંખ્યા ખૂબ જ મોટી છે. પ્રાથમિક રીતે આ યજમાન સરકારોની અને નોકરીદાતાઓની જેમની પાસે આ લોકો કામ કરે છે, તેમની જ જવાબદારી છે. જ્યારે પણ પ્રશ્ન ઊભો થાય ત્યારે દૂતાવાસો ચોક્કસ જ આગળ આવે છે અને મારી સમજ મુજબ, તેઓ જ્યાં પણ તેઓ મદદ કરી શકે ત્યાં ચોવીસ કલાક કામ કરે છે.

પ્રશ્ન- યુએઇએ કહ્યું છે કે જે દેશો અખાતના દેશોમાં રહેલા તેમના નાગરિકોને પાછા લાવવા ખચકાટ કરશે તેમના પર તે કડક નિયંત્રણો નાખશે. તેની અસર દ્વિપક્ષી સંબંધો પર કેવી પડશે? ભારત અખાતના દેશોમાંથી ક્યાં સુધી તેના નાગરિકોને પાછા નહીં લાવે?

કૃપા કરીને યુએઇ સરકારે શું કહ્યું છે અને કયા સંદર્ભમાં કહ્યું છે તે વાસ્તવિક ભાષા જુઓ. આપણું દૂતાવાસ સરકાર સાથે નિયમિત સંપર્કમાં છે અને ભારત માટે જે અગત્યના હોઈ શકે તેવા મુદ્દા જણાવી રહ્યું છે. યુએઇમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોના પ્રમાણમાં નાના સમૂહ જે વિઝાની મુદ્દત વિતી જવાના કારણે અથવા તેઓ પર્યટક વિઝા પર ગયા હોય જેની મુદ્દત પૂરી થઈ હોય તેની અને જે લોકો કામના વિઝા અથવા અલગ-અલગ વિઝા શ્રેણીઓ સાથે કામ કરે છે તેવા વિશાળ સમુદાયો વચ્ચે ભેદ કરો. એક નાનો સમૂહ છે જે બાબત પર વધારે દબાણ કરી રહ્યો છે. કેરળના મુખ્ય પ્રધાને પણ તેમના પત્રમાં વ્યક્તિઓના આ નાના સમૂહનો સંદર્ભ મૂક્યો છે અને લાખો ભારતીયો જે અખાતમાં છે તેમનો નહીં.

પ્રશ્ન- અહેવાલો કહે છે કે અનેક કામદારોને બંધ કરી દેવાયા છે, છુટા કરી દેવાયા છે અને તેઓ ગીચ પડોશીઓ વચ્ચે ફસાઈ ગયા છે. શું તેનાથી તેમને સંક્રમણનો ભય વધુ નહીં રહે?

જવાબ- આપણા ૯૦ લાખ ભારતીયો છે જે એક મોટા નગર જેટલી વસતિ થઈ. એક વિમાનમાં સરેરાશ ૧૮૦ લોકો આવે છે. સંખ્યા પરથી મને કહો કે દસ લાખ લોકોને પાછા લાવવા માટે કેટલી ઉડાનોની જરૂર પડે? તેમને તમે અલગ ક્યાં રાખશો? શું આપણને ખાતરી છે કે અખાતમાં હાલમાં પ્રવર્તમાન વાઇરસનો તણાવ એવો જ છે જેવો આપણે ત્યાં ભારતમાં કોરોના વાઇરસના લીધે છે? આપણે લોકોને પાછા લાવવા વિશે વાત કરીએ તેવી પરિસ્થિતિ પર આવતા પહેલાં આની વ્યવસ્થા વિશે વિચારીએ. સરકાર આ તબક્કે એમ કહે છે કે તમે જ્યાં છો ત્યાં જ ખરેખર સારા છો અને તમે ખાતરી કરો કે તમે જ્યાં છો તે સ્થલોએ તમને સંભવિત શ્રેષ્ઠ ધ્યાન મળે, તો સરકાર આ સાચું જ કહે છે. આપણા પડોશી દેશોની સરખામણીએ અને અન્ય રીતે આપણા નાગરિકોની કાળજી લેવામાં ભારતનો ટ્રેક રેકૉર્ડ સારો જ છે. યુએઇમાં કામ કર્યું હોવાથી હું તમને કહી શકું કે ત્યાં સામુદાયિક સંગઠનનોનું અદ્ભુત નેટવર્ક છે. હા, ત્યાં નોકરી વગરના લોકો હશે. આર્થિક સુસ્તી પણ છે જે કોરોના વાઇરસ પહેલાં આવી ગઈ છે. આપણે એવી સ્થિતિઓ સંભાળી છે જેમાં કંપનીઓએ કામદારોને છુટા કર્યા હોય અને પછી તમારે કાં તો તેમને પાછા મોકલવા વ્યવસ્થા કરવી પડે અથવા જ્યારે તેઓ નોકરી શોધતા હોય ત્યારે વચગાળાની તેમની કાળજી લેવી પડે. આપણાં મિશનો તેના માટે તૈયાર છે પરંતુ આપણે એવી સ્થિતિ નથી ઈચ્છતા જેમાં ભય અને મરણિયા થવાની ભાવના સર્જાય. તે છેવટે તો કોઈના માટે સારું નથી.

પ્રશ્ન- આવક અને નોકરી ગુમાવવાના લીધે, જીસીસી તરફથી ભારતને જે નાણાં મળતાં હતાં તેના પર શું અસર થશે?

જવાબ- તેની અસર થવી નિશ્ચિત છે. જીસીસી અને કેરળ વચ્ચે ખૂબ જ નિકટનું જોડાણ છે પરંતુ ત્યાં બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને અન્ય સ્થળોએથી ગયેલા લોકો પણ છે. ગયા વર્ષે માત્ર યુએઇમાંથી ભારત આવેલાં નાણાંનું પ્રમાણ લગભગ ૧૭ અબજ અમેરિકી ડૉલર હતું. અને અખાતમાંથી બધું મળીને આવતું નાણું ૫૦ અબજ અમેરિકી ડૉલરની નજીક હતું- જે ભારતના જીડીપીના લગભગ બે ટકા જેટલું હતું. આમ, એવી સંભાવના છે જેમાં નોકરીઓ ગુમાવાશે અને લોકોને પાછા આવવું પડી શકે છે. તેનાથી વિદેશથી આવતાં નાણાંની આવક પર અસર પડશે. પરંતુ ભારતની અંદર જે પરિસ્થિતિ છે તેનાથી તે ભિન્ન નથી. શું આપણે નથી જોઈ રહ્યા કે સ્થળાંતરિતોને દિલ્હી અને મુંબઈમાં નોકરી છૂટી ગઈ છે અને તેઓ તેમનાં ગામોએ પાછા જઈ રહ્યા છે. વિદેશથી આવતાં નાણાંનું અર્થતંત્ર પણ સૂકાઈ ગયું છે. આપણે વિશ્વભરમાં જે આપત્તિ જોઈ રહ્યા છીએ તેનું તાર્કિક આર્થિક પરિણામ જ છે.

પ્રશ્ન- આપણે અનેક બહુસ્તરીય પહેલો જોઈ છે- તમે કટોકટી હળવી કરવા માટે જી-૨૦ની દરખાસ્તોને કઈ રીતે જુઓ છો? તેનો અમલ કઈ રીતે થઈ શકે તેમ છે?

જવાબ- આ બધું મેદાન પર ખરેખર કાર્યરત્ થઈ શકે તે પહેલાં ઘણું કાર્ય કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સંકલન માટે કેટલાક પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે આ તબક્કે, વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના દેશો રાષ્ટ્રીય પ્રયાસો પર આધારિત છે.

પ્રશ્ન- હૂ (વિશ્વ આરોગ્ય સંસ્થા) આ મહામારીને સંભાળવાની રીતના કારણે ખૂબ જ ટીકાનો ભોગ બન્યું છે. આ રોગચાળો ફેલાવવામાં ચીનની ભૂમિકાએ ગભીર પ્રશ્નો સર્જ્યા છે. શું તમને લાગે છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય હૂ અને ચીનની જવાબદારી નક્કી કરશે?

જવાબ- જો તમે ઘટનાક્રમ જુઓ તો ચીને તેની વાત ચલાવવા માટે 'હૂ'ના વર્તમાન નેતૃત્વ પર અપ્રમાણસરના પ્રભાવનો ઉપયોગ કર્યો છે તેમાં કોઈ જ શંકા નથી. ચીનને બહુ પહેલાં એટલે કે નવેમ્બર ૨૦૧૯માં ખબર હતી કે સમસ્યા છે. ડિસેમ્બરમાં ચીની માધ્યમોમાં એવા અહેવાલો હતા કે માનવથી માનવમાં રોગ ફેલાય છે તેવાકેસો છે જેના વિશે તેઓ ચિંતિત છે. લોકો તેના વિશે લખી રહ્યા હતા. તેમ છતાં છેક આ વર્ષની બારમી જાન્યુઆરીએ, ચીન અને હૂ એમ કહી રહ્યા હતા કે તે માનવથી માનવમાં ફેલાય છે કે કેમ, તેના વિશે સ્પષ્ટતા નથી. ઉડાનો ચાલુ હતી. આપણે તેને બે ભાગમાં જોવું જોઈએ. હૂ ખૂબ જ અગત્યનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે આજે પણ વિવિધ સલાહો, ચેતવણીઓ વગેરેનું સંકલન કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. અને સમયના આ ચોક્કસ બિન્દુએ ‘હૂ’ના નેતૃત્વએ જે રીતે કામ કર્યું છે. આના પદાર્થપાઠો માત્ર 'હૂ' પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનને પણ લાગુ પડશે કારમકે તમે વધુ ને વધુ જુઓ છો કે ચીન અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. આપણે ચોક્કસ જ નથી ઈચ્છતા કે પ્રતિષ્ઠિત, અગત્યના આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ચીનના ગુણો આવી જાય.

પ્રશ્ન- અખાતમાં કામ કર્યું હોવાથી, શું તમને લાગે છે કે કૉવિડ-૧૯ અને તેની પછીની સ્થિતિને સંભાળવા હજ જેવી બાબતોમાં પ્રક્રિયામાં મોટાં પરિવર્તનો આવશે?

જવાબ- સાઉદી, ઇજિપ્ત, યુએઇ જેવા દેશો ન્યાયી રીતે વહેલાં પગલાં લેવામાં ત્વરિત હતા અને તેઓ કહી રહ્યા હતા કે મસ્જિદોમાં શુક્રવારની નમાઝમાં એકત્ર થવાને અનુમતિ નહીં મળે. તેમણે પ્રાર્થના માટેનું આહ્વાન 'પ્રાર્થના કરવા આવો'થી બદલીને 'ઘરે રહો અને પ્રાર્થના કરો' કરી નાખ્યું. ઉમરાહ હોય કે હજ કે પછી અન્ય આવાં એકત્રીકરણ, અત્યારે તેના વિરુદ્ધ કઠોર દૃષ્ટિ રખાઈ રહી છે. તેમ કહ્યા પછી હું કહીશ કે આ લાંબા સમયથી ચાલતી પ્રથા છે. યુદ્ધના સમય દરમિયાન પણ હજ તો દર વર્ષની જેમ થઈ જ હતી. અત્યાર સુધી, સાઉદી કહે છે કે આ વર્ષે કોઈ હજ નહીં થાય તેનો મોટો નિર્ણય હશે અને તેઓ ભારે વિચારણા પછી આ નિર્ણય કરશે.

પ્રશ્ન- આવનારા મહિનાઓમાં સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે તેવા મહત્ત્વનાં આર્થિક ક્ષેત્રો કયાં છે?

જવાબ- વડા પ્રધાને કહ્યું છે કે 'જાન ભી ચાહિએ, જહાં ભી ચાહિએ.' તેમના પ્રવચનમાં એવા સંકેતો હતા કે ૨૦મી એપ્રિલથી કેટલીક હદે સંતુલન પુનઃસ્થાપિત થતું તમે જોઈ શકશો. અત્યારે ઘર-વાસ છે પરંતુ આર્થિક પ્રવૃત્તિના કેટલાક વિસ્તારો ધીમેધીમે ખુલ્લા મૂકાશે. હું માનું છું કે તે મહત્ત્વનુ છે, તેનું કારણ ભારતીય અર્થતંત્રની પ્રકૃતિ છે અને કારણકે આપણે ત્યાં અનેક લોકો છે જેઓ ખૂબ જ દાડિયા મજૂરી પર આશ્રિત ચે. તેમના માટે આજીવિકા ખૂબ જ અગત્યની છે. આ પડકાર છે જે સરકારને ઉચ્ચ સ્તરે રોજ વિચારણા અને કાર્ય કરાવી રહી છે. પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે પૂરવઠા શ્રૃંખલામાં જે અડચણો છે તે દૂર થાય જેમ કે ટ્રક ચાલકો તેમનાં ગામ પાછા જાય કે બંદરો અટકી પડ્યાં છે. અર્થતંત્ર એક સજીવ પ્રાણી જેવું છે. તે શરીર જેવું છે. જો એક અવયવ બરાબર કામ ન કરે તો બાકીના આખા શરીરને પણ અસર થશે. પૂરવઠા શ્રૃંખલાના આ પ્રશ્નો અર્થતંત્રમાં કેટલીક હદે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપવા માટે ખરેખર મહત્ત્વના છે.

લેખક- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.