ETV Bharat / bharat

NPR સામેની ઝુંબેશ નાગરિક અસહકાર આંદોલન છેઃ યોગેન્દ્ર યાદવ

ભારતમાં સૂચિત નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR)ની પ્રક્રિયા સામે સ્વરાજ ઇન્ડિયા પાર્ટી એક મહિના માટેની 'અમે ભારતીય પ્રજા' (“We the people of India”) એવા નામે ઝુંબેશ શરૂ કરી છે. પક્ષના પ્રમુખ યોગેન્દ્ર યાદવ આ ઝુંબેશને 'નાગરિક અસહકાર આંદોલન' ગણાવી રહ્યા છે. એપ્રિલથી શરૂ થઈ રહેલા NPRનો બહિષ્કાર કરવા માટેની આ ઝુંબેશ શા માટે તે અંગે યોગેન્દ્ર યાદવે સંવાદદાતા અમિત અગ્નિહોત્રી સાથે કરેલી વાતચીતના અંશોઃ

npr
npr
author img

By

Published : Feb 27, 2020, 5:35 PM IST

Updated : Feb 28, 2020, 7:12 PM IST

સવાલઃ સરકાર નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર રાબેતા મુજબની કામગીરી ગણાવી રહી છે, ત્યારે “We the people of India” એવા નામ સાથે તમે તેના બહિષ્કારની જાહેરાત કરી છે તે શા માટે?

જવાબઃ એપ્રિલથી શરૂ થનારા NPRનો બહિષ્કાર કરવાનું આહ્વાન અમે કર્યું છે. શા માટે બહિષ્કાર? કેમ કે અન્યાયી અને ભેદભાવયુક્ત સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ, જે સરકાર બાદમાં લાવવા માગે છે તેને અટકાવવાનો આ એક માત્ર ઉપાય છે. બધા જ નાગરિકોની સૂચિ તૈયાર કરવાની સરકારની વાતનો અમે વિરોધ નથી કરતાં. આવી એક યાદી એટલે કે મતદાર યાદી છે જ. તે સિવાય આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ છે, જેના આધારે નાગરિકતા સાબિત કરી શકાય છે. સહેલાઈથી થઈ શકતી પ્રક્રિયા શા માટે ના કરવી? મતદાર યાદીને NRC ડ્રાફ્ટ તરીકે સ્વીકારી લો. જેમના નામ બાકી રહી ગયા હોય તેમને પાંચ કે છ મહિનામાં અરજી કરવા માટેનો સમય આપો. સરકારને લાગતું હોય કે તેમાં કોઈ વ્યક્તિ ખોટી રીતે આવી ગઈ છે, સરકાર તેની સામે વાંધો લઈ શકે. તેના બદલે સરકાર સમગ્ર જંગી પ્રક્રિયા ફરીથી કરવા માગે છે. તેમ કરવું જરૂરી છે? તે દસ્તાવેજો પર આધારિત હશે તો ભેદભાવ કરનારી નહિ બને? આસામમાં થયેલી NRC પ્રક્રિયાનો અનુભવ દર્શાવે છે કે તેના કારણે રાષ્ટ્રીય આપત્તિ સર્જાશે. આપણા અર્થતંત્રની હાલત નોટબંધીને કારણે થઈ તેવી જ હાલત NPR અને NRCના કારણે આપણા સમાજની થશે. તેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ.

સવાલઃ તમે શા માટે એવું કહો છો કે NRC પાછળ ભાજપનો છુપો એજન્ડા છે?

જવાબઃ હકીકતમાં ભાજપનો એજન્ડા એટલો છુપો રહ્યો નથી. સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામમાં NRC પ્રક્રિયા થઈ તેમાં ભાજપની ઇચ્છા મુજબના પરિણામો આવ્યા નહિ. ભાજપને લાગ્યું કે NRCથી મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને તગેડી શકાશે અને હિન્દુઓને બચાવી લેવાશે. પરંતુ સર્વોચ્ચ અદાલતની દેખરેખથી કામ થતું હતું એટલે તેવું થઈ શક્યું નહિ. આસામમાં NRCને કારણે 19 લાખ વિદેશીઓ શોધી શકાયા, જેમાં બહુમતી હિન્દુઓ હતા. આસામમાં ભાજપની વૉટબેન્ક બંગાળી હિન્દુઓ છે એટલે તેમણે માગણી કરી કે NRC રદ કરો. પરંતુ સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાથી આ વખતે ગમે તેમ કરી નાખીએ એમ તેમણે કહ્યું. તે પછી સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) છે જ, જેમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદ કરવામાં આવ્યો છે. કોઈ હિન્દુ વિદેશી તરીકે પકડાશે ત્યારે અમે તેમને CAA હેઠળ લઈ લઈશું. આ બદઇરાદો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં થોડા વધુ મતો મેળવવા માટે તમે સમગ્ર દેશમાં નાગરિકતાના મુદ્દાને છંછેડી રહ્યા છો.

સવાલઃ તો આમાં કોણ ભોગ બનશે?

જવાબઃ દેશનો દર ત્રીજો માણસ NRCને કારણે મુશ્કેલીમાં મુકાશે. આદિવાસી, દલિત અને ગરીબ કે જેમની પાસે કોઈ દસ્તાવેજો નહિ હોય તેમના માથે લટકતી તલવાર રહેશે.

સવાલઃ કોઈ નાગરિક NPRનો બહિષ્કાર કરે તો તેના પર શું જોખમ છે?

જવાબઃ અમે માત્ર નાગરિક અસહકાર માટેની વાત કરી રહ્યા છીએ. અધિકારીઓ સાથે ગેરવર્તન કરવાનું નથી. અધિકારીઓને આવકારો, તેમને ચા પીવરાવો, પણ તેમના સવાલોના જવાબો ના આપો. કાનૂની રીતે આવા પરિવારને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. પરંતુ તેના કારણે કુટુંબને કોઈ કલ્યાણ યોજનામાંથી બાકાત રાખી શકાશે નહિ. તે નિયમ વિરુદ્ધ છે. એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે NPRનો વિરોધ કરશે તેને સરકારી લાભો મળશે નહિ. સરકારી યોજનાના લાભોથી NPRને કારણે કોઈને વંચિત કરી શકાય નહિ. NPRનો એકમાત્ર હેતુ NRC તૈયાર કરવા માટેનો છે.

સવાલઃ તમે કઈ રીતે ઝુંબેશ કરવાના છો?

જવાબઃ મૌલાના અબુલ કલામ આઝાદની મૃત્યુતિથિ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે અમે લોકોને જાગૃત કરવાની ઝુંબેશ શરૂ કરી છે. 23 માર્ચે શહીદ ભગતસિંહના શહીદી દિને તે પૂરી થશે. 100 જુદા જુદા સંગઠનો સંયુક્ત રીતે આ અભિયાન કરવાના છે. આ બધી સંસ્થાઓ “We the people of India”ના બેનર હેઠળ એકત્ર થયા છે. આ એક મહિના દરમિયાન અમે લોકોની વચ્ચે જઈને તેમને NPR વિશે સમજાવીશું. અમે સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ કરીશું. તે પછી એક બીજાના મોઢે પ્રચાર આગળ વધશે.

સવાલઃ જેએનયુ હોય કે જામીયા મીલિયા કે પછી NPR તેમ વિરોધનો ચહેરો બની રહ્યા છો કે કેમ?

જવાબઃ ના, હું આ વિરોધનો ચહેરો નથી. આ દેશની મહિલાઓ વિરોધનો ચહેરો બની છે. તેમાં એ મહિલાઓ છે, જેમણે પોતાના મિત્રને પોલીસથી બચાવ્યો, જેએનયુની આઇશી ધોષ છે, શાહીનબાગની મહિલાઓ છે. એટલે મજાની વાત એ છે કે ભૂખરી દાઢીવાળો પુરુષ નહિ, પણ આ દેશની મહિલાઓ વિરોધનો ચહેરો બની રહી છે.

Last Updated : Feb 28, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.