મુબઈઃ દેશ અને દુનિયામાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુંબઈના ધારાવીમાં કોરોના વાઇરસનો ત્રીજો પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ડોક્ટરની કોરોના પોઝિટિવના લક્ષણો મળી આવ્યાં છે.
એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં લાખોની સંખ્યામાં લોકો રહી રહ્યાં છે. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીની પુષ્ટી થવાનો મામલો ખરેખર અત્યંત ગંભીર છે. અહીં સંક્રમણના ખતરાને ફેલાતો રોકવા મહારાષ્ટ્ર્ સરકાર તનતોડ મહેનત કરી રહી છે.
આ અગાઉ મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોના વાઇરસની લપેટમાં આવેલા એક વ્યક્તિનું નિધન થયું હતું. આ ઘટનાના 24 જ કલાકમાં ત્યાં વધુ એક વ્યક્તિ કોરોના વાઇરસના સંક્રમણમાં ઝડપાયો હતો. કોરોના વાઇરસનો ત્રીજો પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ડોક્ટરમાં કોરોના પોઝિટિવના લક્ષણો મળી આવ્યાં છે.
શરૂઆતમાં BMCના સફાઈકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હજારો ઝૂંપડીમાં સંક્રમણનો ખતરો વધી ગયો છે. નોંધનીય છે કે, કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સંક્રમણના કારણે 6 લોકોના મોત થયા છે. જેમાંથી પાંચ મોત મુંબઈમાં અને એક પાલઘરમાં થયું છે. મૃતકોની ઉંમર 50થી 84 વર્ષ વચ્ચે હતી. જેમાંથી ત્રણ મહિલા અને બે પુરૂષ હતા. જેની સાથે રાજ્યમાં સંક્રમણથી જીવ ગુમાવનારાઓનો આંકડો 16એ પહોંચ્યો છે.
આ અગાઉ ગુરુવારે પૂણેમાં બે અને બુલઢાણામાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થિતિ લથડતા જોઈને 30 સરકારી હોસ્પિટલોને કોરોના હોસ્પિટલ જાહેર કરી દેવાઈ છે. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા માટે 2305 બેડની ક્ષમતા ઉપલ્બ્ધ થઈ છે.