ETV Bharat / bharat

મૈસુરમાં દશેરા ઉત્સવની થશે ભવ્ય ઉજવણી, જાણો કયા કયા રીતરિવાજોથી થશે પૂજન - મૈસુરૂના યાદવ મહારાજાઓ

કર્ણાટકના મૈસુરમાં દશેરા ઉત્સવની મુખ્ય ઉજવણીઓમાંનું એક, એવા ખાનગી દરબારનું 17 ઓક્ટોબરથી આયોજન શરૂ થશે. જેમાં અમૂલ્ય ઝવેરાત અને રત્નો સાથેનું સિંહાસન 18 સપ્ટેમ્બરના રોજ મહેલમાં રજૂ થશે. આ કારણે તે દિવસે જાહેર જનતાનો મહેલમાં પ્રવેશ બપોરે 2 વાગ્યા સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

મૈસુરૂમાં દશેરા ઉત્સવની થશે ભવ્ય ઉજવણી,
મૈસુરૂમાં દશેરા ઉત્સવની થશે ભવ્ય ઉજવણી,
author img

By

Published : Sep 17, 2020, 9:13 PM IST

કર્ણાટક: કર્ણાટકના મૈસુરમાં દશેરા ઉત્સવની ભવ્ય ઉજવણી યોજાશે. આ નિમિત્તે દરબાર હોલમાં સિંહાસનના પ્રસ્થાપન પ્રસંગે મહેલના પૂજારી સવારે 6.30 કલાકે શ્રી ગણપતિ હોમ, ચામુંડેશ્વરી પૂજા અને શાંતિહોમ પૂજા કરશે. યદુવંશના પ્રમોદદેવી વોડેયાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિધિ યોજવામાં આવશે.

મૈસુરમાં દશેરા ઉત્સવની થશે ભવ્ય ઉજવણી

મહેલના ભોંયરામાં આવેલા એક મજબૂત ઓરડામાં રાખવામાં આવેલી રાજગાદીને દરબાર હોલમાં લાવવામાં આવશે. જ્યાં સિંહાસનની શુભ રીતિ રિવાજો વડે પૂજા કરવામાં આવશે, ત્યારબાદ ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. સવારે 6-30 થી 8-30ની વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થશે.

સવારે 10.45 થી સવારે 11.10 દરમિયાન ઘોડા અને ગાયની પૂજા કરવામાં આવે છે અને આ વખતે બહારથી હાથીઓ લાવવામાં આવ્યાં નથી. તેના બદલે, મહેલના હાથીઓની પૂજા કરવામાં આવશે.

સિંહાસનને દરબારમાં લાવવા દરમિયાન, સીસીટીવી કેમેરા પર પડદો પાડી દેવાની સૂચના આપવામાં આવે છે. જેથી સ્ટ્રોંગરૂમ વિશેની માહિતી લીક ન થાય. 17 ઓક્ટોબરની સવારે 5-30 થી 6-00 વાગ્યા સુધીમાં સિંહનું માથુ ગાદી સાથે જોડી દેવામાં આવે છે.

આ દિવસે મહેલમાં જાહેર જનતાના પ્રવેશમાં બપોરે 2 વાગ્યા સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. નવરાત્રીનું પારંપરીક આયોજન સાથે મહારાજા કૃષ્ણદત્ત ચમારાજા વોડિયાર 9 દિવસ સુધી દરબાર યોજશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.