દિલ્હી: શહેરનાં કરોલ બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરોએ ત્રણ મોબાઇલ ફોન સ્ટોર્સમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરીની આ ઘટનામાં ચોરોએ 50થી વધુ મોબાઈલ પર હાથ સાફ કર્યા છે.
આ ઘટના કરોલ બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પદ્મસિંહ રોડ પર બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં આ મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસ અધિકારીએ આપેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, એપલ, સેમસંગ અને શાઓમીના સ્ટોર્સ આ રસ્તા પર નજીક જ છે, જેમાં ચોરોએ એક પછી એક ત્રણેય સ્ટોરમાંથી મોબાઇલની ચોરી કરી હતી.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સ્ટોર્સ પર મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ચોરોએ સ્ટોરના તમામ શટર તોડી નાખ્યા હતા અને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
જોકે, પોલીસને ત્યાથી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી. પરંતુ નજીકમાં સ્થાપિત સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસ આ મોટી ચોરી પાછળ કોણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.