ETV Bharat / bharat

ભારતની વર્કિંગ વિમેને શા માટે પુરુષો કરતાં જુદી રીતે નિવૃત્તિનું આયોજન કરવું જોઇએ?

author img

By

Published : Mar 8, 2020, 5:40 AM IST

હૈદરાબાદ: નિવૃત્તિના આયોજન અથવા સજ્જતાનું માપન કરવામાં આવે, ત્યારે ભારત અલગ તરી આવે છે. ભારતીયો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે અને તેઓ જે માટે ઉત્સાહી હોય તેવું કાર્ય કરવાનાં લક્ષ્યો ધરાવવા ઇચ્છે છે અથવા તો લોકોપકારી વિચારને અનુસરવા ઇચ્છે છે, પરંતુ તેમનાં નિવૃત્તિના લક્ષ્યાંકો પૂર્ણ થવામાં ઊણપ રહી જાય છે.

Etv Bharat, Gujarati News, Women's Day
ભારતની વર્કિંગ વિમેને શા માટે પુરુષો કરતાં જુદી રીતે નિવૃત્તિનું આયોજન કરવું જોઇએ

તેમાંયે મહિલાઓ, ખાસ કરીને વર્કિંગ વિમેન માટે આ વાત વધુ લાગુ પડે છે. વિવિધ અહેવાલો એ તરફ અંગુલિનિર્દેશ કરે છે કે, નિવૃત્તિની બાબતમાં મહિલાઓ પુરુષોની તુલનામાં નાણાંકીય રીતે ઓછી સજ્જ હોય છે અને તેમની નિવૃત્તિની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુસજ્જ હોતી નથી.

ખાસ કરીને જ્યારે આપણે જાણતાં હોઇએ કે નિવૃત્તિ એ લાખો લોકોના જીવનના ટોચનાં લક્ષ્યો પૈકીનો એક છે, ત્યારે મહિલાઓ અને તેમાંયે વર્કિંગ વિમેને શા માટે તેમની નિવૃત્તિ માટે યોજના ઘડવી જોઇએ, તે માટે ઘણાં કારણો મોજૂદ છે. વેતનમાં જાતિગત અંતર અને કૌટુંબિક બાબતો તે પાછળનાં કેટલાંક ચાવીરૂપ પરિબળો છે. અહીં તે દરેક પરિબળ વિશે તેમજ મહિલાઓએ શા માટે નિવૃત્તિનાં જીવન લક્ષ્યો પાર પડે, તે માટે વધુ સજ્જ રહેવું જોઇએ તેની ચર્ચા કરવામાં આવી છે.

નાણાંકીય અંતર:

સ્ત્રી અને પુરુષને આપવામાં આવતા વેતન વચ્ચેનું અંતર વાસ્તવિક છે અને તેનો અર્થ એ કે પુરુષની તુલનામાં મહિલાઓ બચતપેટે ઓછી રકમ બાજુએ રાખી શકે છે. વેતનમાં જાતિગત અંતર ઉપરાંત, મહિલાઓએ બાળકો અથવા વૃદ્ધ સ્વજનોની કાળજી લેવા માટે જોબ કે વ્યવસાયમાંથી વધુ સમય નીકાળવો પડતો હોય છે. વધુને વધુ પુરુષો કાળજી લેવાની જવાબદારી ઉઠાવતા થયા હોવા છતાં, આપણા દેશમાં સામાન્યપણે આ ભૂમિકા મહિલાઓ દ્વારા જ ભજવવામાં આવે છે.

કારકિર્દીના આવા અંતરાયો સ્ત્રીની નિવૃત્તિની સજ્જતાને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને જ્યારે તમે ૩૫ અને ૪૫ વર્ષની વયની વચ્ચે કેરિયર બ્રેક લઇ રહ્યા હોવ ત્યારે. કારણ કે તે સમયે ઘણી વર્કિંગ વિમેન પોતાનો પરિવાર શરૂ કરે છે અને તેમની ઊંચી વાર્ષિક આવક પણ ધરાવતી હોય છે. જ્યારે આવી મહિલાઓ પુનઃ જોબ કે વ્યવસાયમાં જોડાય છે, ત્યારે તે પગાર વધારા કે પ્રમોશનનાં વર્ષો ગુમાવી ચૂકી હોય છે. સ્ત્રી અને પુરુષ વચ્ચેનું નાણાંકીય અંતર ઘટી રહ્યું હોવા છતાં, આ અંતર હજી પણ ઘણું મોટું છે.

તમારી કારકિર્દીના પ્રારંભના સમયગાળામાં યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન (ULIPs) જેવી માર્કેટ-લિંક્ડ પ્રોડક્ટ્સમાં વધુ નાણાંનું રોકાણ કરવાથી તમે થોડો સમય કામ ન કરો, તો પણ તમારી બચતમાં વધારો થઇ શકે છે. તમારા જીવન લક્ષ્યાંકો માટે વહેલું આયોજન અને સમજુ રોકાણો કરવા એ તમારી સંપત્તિના રક્ષણ કરવા માટેની ચાવી છે.

આરોગ્ય અને જીવન અપેક્ષાઃ

એ યાદ રાખવું જરૂરી છે કે, જૈવિક દ્રષ્ટિએ જોતાં, સ્ત્રી અને પુરુષ એ મૂળભૂત રીતે બે જુદાં સજીવ છે. તેનો અર્થ એ કે, હેલ્થકેર અને મેડિકલ જરૂરિયાતોમાં કેટલીક મોટી વિભિન્નતા રહે છે.

વિવિધ અભ્યાસોના આધારે માલૂમ પડ્યું છે કે, પુરુષોની તુલનામાં મહિલાઓ ચોક્કસ પ્રકારના કેન્સર બાબતે વધુ સંવેદનશીલ હોય છે તેમજ આર્થરાઇટિસ અને ઓસ્ટિઓપોરોસિસ જેવી અન્ય કેટલીક બિમારીઓ તેમનામાં વધુ જોવા મળે છે.

આ સાથે જ મહિલાઓનું આયુષ્ય પુરુષો કરતાં વધુ હોય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર, ૪.૦૫ કરોડ મહિલાઓની વય ૬૫ વર્ષ કે તેથી વધુ હતી. જ્યારે તેની તુલનામાં તે વયજૂથના પુરુષોની વસ્તી માત્ર ૩.૬ કરોડ હતી. વળી, ભારતમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૬૯.૮ વર્ષ છે, જ્યારે પુરુષો માટે આ દર ૬૭.૩ વર્ષ છે.

પરિણામ સ્વરૂપે, મહિલાઓ માટેનો હેલ્થકેરનો ખર્ચ પુરુષો કરતાં નોંધપાત્ર રીતે ઊંચો હોઇ શકે છે.

તમારી નિવૃત્તિનું આયોજન કરતી વખતે આ પરિબળોને ધ્યાનમાં લેવાં જરૂરી બને છે. જીવનની સમગ્રતયા ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના આરોગ્ય સંભાળનો તમામ વધારાનો ખર્ચ તથા રોજબરોજનો ખર્ચ આરામથી પહોંચી વળાય તેવો રહે, તે તમારે એ સુનિશ્ચિત કરવું જોઇએ. મહત્તમ કવરેજ અને લાભ સુનિશ્ચિત કરવા માટે તમે તમારા નિવૃત્તિ માટે બચતનાં લક્ષ્યોનો અંદાજ આંકવા વિવિધ ઓનલાઇન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.

પારિવારિક લક્ષ્યાંકોઃ

કુદરતી નિયતી કહો કે, સામાજિક સંરચના, પણ સામાન્યપણે મહિલાઓ જ કાળજી લેનારા તરીકેની જવાબદારી ઉઠાવતી હોય છે અને પોતાની સંભાળ રાખવા કરતાં અન્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે.

જો તમે વર્કિંગ પ્રોફેશનલ અથવા તો હોમ આંત્રપ્રિન્યોર હોવ – પરિણીત કે અપરિણીત, તો તમે પરિવારના કેરટેકર તરીકેની અનપેઇડ (વેતન ન ચૂકવાતું હોય તેવી) ભૂમિકા પણ ભજવતાં હોવ છો અને તમારાં જીવન લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની તમારી સફરમાં અન્ય નાણાંકીય બલિદાનો પણ કરતાં હોવ છો.

મારૂં માનવું છે કે, જીવન લક્ષ્યાંકોની કોઇ જાતિ હોતી નથી અને મહિલાઓને સમાન લાભ મળવા જોઇએ, જે તેમને તેમનાં જીવન લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સશક્ત બનાવે છે.

વિશ્વ પ્રવાસ ખેડવો, સમૃદ્ધ અને તંદુરસ્ત રહીને નિવૃત્ત થવું અથવા તમારા સંતાનને ભણવા માટે વિદેશ મોકલવું, વગેરે જેવાં તમારા લાંબા ગાળાનાં જીવન લક્ષ્યો પાર પાડવા માટે તમારે શક્ય તેટલી ઝડપથી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઇએ.

ટૂંકમાં, નાણાંકીય રીતે સક્રિય રહીને તમે સુચારુ અને ફળદાયી નિવૃત્તિ મેળવી શકો છો.

(લેખકઃ તરૂણ ચુઘ, એમડી અને સીઇઓ, બજાજ એલાયન્સ લાઇફ)

(ડિસ્ક્લેમર: ઉપર રજૂ કરવામાં આવેલા વિચારો તથા રોકાણ માટેનાં સૂચનો લેખકના પોતાના છે, ઇટીવી ભારત કે તેના મેનેજમેન્ટના નહીં. ઇટીવી ભારત યુઝર્સને રોકાણના કોઇપણ પ્રકારના નિર્ણયો લેતાં પહેલાં પ્રમાણભૂત નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવાની સલાહ આપે છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.