નવી દિલ્હી: તેની કુશળતાથી ગોલ્ડ મેડલ જીતનારી મહિલા ખો-ખો ખેલાડી નસીમે તેનો એક વીડિયો વાયરલ કર્યો છે. તેણે કહ્યું છે કે, મેં એક ખેલાડી તરીકે ગોલ્ડ મેડલ સહિત ઘણા મેડલ જીત્યા છે. તેમ છતાં, મને અને મારા પરિવારને સરકાર તરફથી કોી સહાય મળી નથી, જેના માટે તે હકદાર છે.
નસીમે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તે દિલ્હીના શકરપુર વિસ્તારમાં રહે છે અને મહિલા ખો-ખો ટીમની ખેલાડી અને કેપ્ટન તરીકે દેશ માટે અનેક વખત મેડલ જીતી ચૂકી છે. તેના પિતા વાસણનો વ્યવસાય કરે છે. લોકડાઉન દરમિયાન તમામ વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ જતા. તેના પરિવારને સરકાર તરફથી કોઈ પણ ટેકો નથી મળી રહ્યો. નસરીનની મોટી બહેન પણ લાંબા સમયથી બીમાર છે. લોકડાઉનના કારણે કોઇ પણ આવક ન હોવાથી પરિવાર આ દરમિયાન તેની મદદ કરવા પણ માટે અસમર્થ છે.
નસરીન દેશની સામાન્ય નાગરિક હોવાની સાથે ખો-ખો ખેલાડી પણ છે, જેણે રમતગમત દ્વારા ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યુ છે. તેણે એક ખેલાડી તરીકે તેની રમતથી દેશને ગૌરવ પણ અપાવ્યું છે, તે ખેલાડી હવે સરકારને મદદ માટે વિનંતી કરી રહ્યી છે કે તેઓ આ સંકટ સમયમાં મદદ કરે જેથી પરિવારનું ભરણ પોષણ થઈ શકે અને બીમાર રહેતી બહેનને સારવાર મળી રહે.