કાંકેરઃ અંન્તાગઢ નજીક નક્સલ મોરચા પર તૈનાત વાહનને માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં SSBના 5 જવાન ઘાયલ થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને અન્તાગઢ આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા છે, જ્યાં જવાનોની સારવાર ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગોંડ બિનાપાલ ગામ નજીક સામેથી આવતી ટ્રકને સાઈડ આપતી વખતે વાહન બેકાબૂ પલટી મારી ગયું હતું, જેમાં વાહનના 5 સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને તાત્કાલિક અન્તાગઢ આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા જ્યાં બંને જવાનોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં બે હેડ કોન્સ્ટેબલ, બે કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઘાયલ થયા છે.