જો કે આ બાબતે ચીન દ્વારા અવરોધ પેદા કરવામાં આવી શકે છે. કારણ કે, આ પહેલા સુરક્ષા પરિષદની ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા પ્રતિબંધ સમિતિને 2016 અને 2017માં JeM નેતા મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાથી રોકી દેવામાં આવ્યો હતો. જો કો આ વખતે ચીન તરફથી કોઇ પ્રસ્તાવ નથી કરવામનાં આવ્યો.
સંયુક્ત રાજય અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના 15 સભ્યોની સુરક્ષા પરિષદ પ્રતિબંઘ સમિતિથી અઝહરની વિશ્વ યાત્રાઓ પર પ્રતિબંઘ અને સંપત્તિને જપ્ત કરવા માટે કહ્યુ છે.
વધુ માહિતી મુજબ, ભારત 2009માં સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરના વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રસ્તાવ કરી ચુક્યા છે. ત્યાર બાદ ભારતે 2016 અને 2017માં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાનો પ્રસ્તાવ કર્યો. પરંતુ આ પ્રક્રિયામાં દરેક વખતે ચીન અવરોધ પેદા કરે છે.
ફ્રાંસની સાથે અમેરિકાએ પણ આ પ્રસ્તાવનું સમર્થન કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અંબેસેડર જોન બોલ્ટને અજિત ડોભાલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અને આ પ્રસ્તાવનું સમર્થન કરીશુ. બુધવારે UN સામે પ્રસ્તાવ કરી દેવામાં આવ્યો છે. હવે બધાની નજર ચીનના જવાબ પર છે, જો કે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ મંત્રાલય સાથે મુલાકાત કરી આતંકીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં સહયોગ માંગ્યો છે.