નવી દિલ્હીઃ 500 વર્ષ જેટલા લાંબા સંઘર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર બનવા જઇ રહ્યું છે. કાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે ત્યારે સમગ્ર ભારતના રામભક્તો આ ભૂમિ પૂજનને લઇને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં પણ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પુજારીઓએ જણાવ્યું કે, રામ મંદિરના સમર્થનમાં અહિંયા પણ શક્તિની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે.
ઇટીવી ભારત સાથે વાત કરતા મંદિરના પુજારીએ જણાવ્યું કે, માતાના મંદિરને શણગારવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તે આનંદની વાત છે. માતાના મંદિર માટે આ સમય મહત્વનો છે કારણ કે અહિંયા શક્તિનો નિવાસ છે. શક્તિની પૂજાથી જ દરેક કામ શક્ય થાય છે.
વધુમાં પુજારીએ જણાવ્યું કે, મંગળવારના રોજ અહિંયા ભક્તોને ॐ ધ્વજ આપવામાં આવી રહ્યો છે. જ્યારે સોમવારના રોજ મંદિરમાં લાઇટો લગાવીને મંદિરને રોશનીથી સજ્જ કરવામાં આવ્યું હતું અને બુધવારના રોજ મંદિરમાં 751 દીવાની દીપમાળા કરવામાં આવશે.
મંદિરમાં ભક્તો પણ જબરદસ્ત ઉત્સાહમાં છે, જ્યારે દિવસ દરમ્યાન મંદિરમાં લોકોની આવવાની સખ્યા વધી છે. અમ્બિકાએ કહ્યું કે, હવે તો મંદિર બનવાની રાહ જોવામાં આવી રહી છે.