ETV Bharat / bharat

ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાંથી બીજને મુક્ત રાખવું જોઈએ - bharat news

ભારતીય બીજ ક્ષેત્રએ તેનું સૌથી મોટું બીજ નિકાસ બજાર ગુમાવી દીધું જ્યારે ભારત અને પાકિસ્તાનની સરકારોએ બંને દેશો વચ્ચે વેપાર સંબંધો અટકાવી દેવાનો નિર્ણય કર્યો. તાજેતરમાં રાજકીય આબોહવા સૌથી અનુકૂળ નથી રહી પરંતુ આ નવા વર્ષે સરહદની બંને તરફ રહેલા ખેડૂતોના લાભ માટે રાજકારણ અને આર્થિક બાબતોને અલગ કરી દેવાની તક છે.

etv
ભારત અને પાકિસ્તાનના સંઘર્ષમાંથી બીજને મુક્ત રાખવું જોઈએ
author img

By

Published : Jan 12, 2020, 3:24 PM IST

ગુજરાતી સમુદાય તેની ચતુરાઈ માટે જાણીતી છે અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક પનોતા પુત્ર છે ત્યારે તેમણે સમજવું જોઈએ કે ભારત આ વેપાર પ્રતિબંધના લીધે ઘણું ગુમાવે છે. પાકિસ્તાન અનેક વર્ષોથી ફળ અને શાકભાજીનાં બી માટે આપણું ત્રીજું ટોચનું સ્થાન રહ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતે ૧૭,૫૨૮,૫૩૦ અમેરિકી ડૉલરની કિંમતના ફળ અને શાકભાજીનાં બીની નિકાસ કરી હતી અને વર્ષ ૨૦૧૭-૧૮માં તે આંકડો ૧૪,૧૬૦,૨૪૮ અમેરિકી ડૉલર હતો. ગયા વર્ષ કરતાં તે ૩૦ લાખ અમેરિકી ડૉલરનો વધારો હતો અને કગાચ વેપારમાંથી ઉત્પન્ન સંપત્તિ હજુ પણ વધી હોત કારણકે ભારતનાં બી પાકિસ્તાનમાં ઘણાં લોકપ્રિય છે જેનું કારણ બંને દેશો વચ્ચે સમાન કૃષિની આબોહવાની સ્થિતિ, ગુણવત્તા અને સમાન રસોઈ મૂલ્યો છે.

કલ્પના કરો કે માત્ર ફળ અને શાકભાજીના વેપારમાંથી જ આટલી સંપત્તિ ઉત્પન્ન થઈ શકી હોત, તો કપાસ, ધાન્ય વગેરેનાં બીમાંથી તો બીજી કેટલી સંપત્તિ ઉત્પન્ન થઈ શકત? અંકુરના કોષો અને છોડોમાં સરહદથી કોઈ ફરક પડતો નથી પરંતુ તેમાં અનુકૂળ માટી, આબોહવા અને પાણીથી જરૂર ફરક પડે છે કેમ કે ઉત્તર ભારત પાકિસ્તાનને તમામ પ્રકારના બીં પૂરાં પાડવામાં સિંહફાળો આપે છે. તેમાં ડાંગર, ઘઉં, ફળદાર છોડ, કપાસ વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય વિવિધતાઓ પાકિસ્તાનમાં ઘણું સારું કામ કરે છે કારણકે સમય જતાં, તેઓ સમાન વૃદ્ધિની ઋતુઓ, ચોમાસા અને જમીનને અનુકૂળ થઈ ગયાં છે.

દર વર્ષે ભારત-પાકિસ્તાન બીજ વેપાર ૧૩૦૦-૧૫૦૦ કરોડ રૂપિયાનો રહે છે અને ઉદ્યોગનો અંદાજ છે કે આવનારાં વર્ષોમાં તે ૨,૦૦૦ કરોડે પહોંચી શકત. એનો અર્થ ખેડૂતો અને બીજ ઉછેર કરનારાઓનાં ખિસ્સાઓમાં સીધા ૨,૦૦૦ કરોડ ઠલવાઈ ગયાં હોત. સરહદ પારથી જે સમૃદ્ધિ આવે છે તે ભારત-પાકિસ્તાન ભાગીદારીનું વધુ એક મહાન ઉદાહરણ હોઈ શકત. પરંતુ બીજ નિકાસ પર પ્રતિબંધ મૂકીને આપણે આપણા પગ પર જ કુહાડી મારી રહ્યા છીએ. ભારતીય બાજુએ બીજના નિકાસથી ખોટ પડે છે તો બીજી તરફ, પાકિસ્તાન બાજુએ બીજ પૂર્તિમાં ખલેલનો અનુભવ થાય છે અને તેના કારણે મોટું અંતર ઉત્પન્ન થાય છે.
પરંતુ આ પ્રતિબંધ દ્વારા સર્જાયેલો શૂન્યાવકાશનો ઉપયોગ ચીનની બીજ કંપનીઓ પાકિસ્તાનમાં વિસ્તરણ કરવા માટે કરી રહી છે. આ પ્રતિબંધથી ચીનને પાકિસ્તાની બીજ ઉદ્યોગને કબજે કરવામાં સુવિધા મળે છે. ભારતીય ખેડૂતો અને બીજ ક્ષેત્ર લાખો ડૉલર ગુમાવી રહ્યાં છે ત્યારે ચીનનું બીજ ક્ષેત્ર પાકિસ્તાનમાં સંચાલનમાં વૃદ્ધિ પામી રહ્યું છે, અને તેને પાકિસ્તાનના અંકુર કોષોમાં પ્રવેશ મળે છે, જેના કારણે ભવિષ્યમાં બની શકે કે તે ભારતીય બીજ ક્ષેત્રનાં હિતોને હાનિકારક થઈ શકે. પાકિસ્તાની સરકાર અને ચીન ‘બાસમતી’ની સંકર જાતિનો વિકાસ કરવા કામ કરી રહ્યા છે અને પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં નિવેદનમાં ખેતી પર પ્રાથમિકતા આપવાનું કહ્યું અને ચીન સાથે ગાઢ સહકારની ઈચ્છા વ્યક્ત કરી. જોકે ચીનનાં બી રસોઈ સંબંધી મૂલ્યની રીતે ભારતીય વિવિધતા જેવાં હોતાં નથી, પરંતુ એ માત્ર સમયની જ વાત છે કે અર્થતંત્ર અને ઊંચી નીપજ કુદરતી રીતે જ ભારતીય બીની માગને ગળી જશે. બીજી અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓની જેમ તે સરહદની બંને બાજુએ કામ કરે છે અને વેપાર પ્રતિબંધના કારણે નફો કરે છે. સૌથી વધુ નુકસાન તો ભારતીય અને પાકિસ્તાની ખેડૂતો તેમજ બીજ ઉછેરનારા છે.

રાબેતા મુજબનું કામકાજ
બંને દેશનાં માધ્યમો દ્વારા નફરતનું નવું મોજું ફેલાવાઈ રહ્યું છે ત્યારે વાસ્તવિકતા કલ્પના કરતાં અલગ હોઈ શકે. આ સમયગાળામાં પણ ભારત પાકિસ્તાની નાગરિકોને લગ્ન વગેરેમાં હાજરી આપવા વિઝા આપી રહ્યું છે અને આવું જ પાકિસ્તાન પણ કરે છે. બંને સરકારોને ખબર છે કે તેમની વચ્ચે રાજકીય મતભેદ છે પરંતુ તેઓ વ્યવહારુ પણ છે. તેમને ખબર છે કે તેઓ લોકો અને વેપારને અટકાવી શકશે નહીં કારણકે બંને દેશો હકીકતે એકબીજાના સૌથી અનુગ્રહિત દેશ (એમએફએન), શબ્દ જે મોદી સરકાર પણ વાપરે છે, તે છે.
માનવતાના ધોરણે, ભારત પાકિસ્તાનને દવાઓ વેચી રહ્યું છે કારણકે તે આવશ્યક માલ છે. તો પછી બીજ શા માટે અલગ હોવું જોઈએ? ભારતીય આવશ્યક માલ અધિનિયમ વિચારે છે કે કેટલાંક બી આવશ્યક છે. વધુમાં, આ બીજનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે, પાકિસ્તાનમાં ગરીબમાં ગરીબ ખેડૂતો દ્વારા ઉપયોગ થાય છે. આ ખેડૂતો માટે ગુણવત્તાવાળાં બી સુનિશ્ચિત કરીને, ભારત પાકિસ્તાનમાં કુપોષણ અને ગ્રામીણ ગરીબીની સામે લડવામાં સીધી મદદ કરશે. ભારત પાકિસ્તાની બીજ માટે બીજ કસોટી અને ગુણવત્તા કેન્દ્ર પણ બની શકે છે કારણકે આપણી પાસે સાર્ક દેશોની અંદર શ્રેષ્ઠ આંતરમાળખું છે. આ બીજો રસ્તો છે જેના દ્વારા કૃષિના ક્ષેત્રમાં નોકરીઓ ઉત્પન્ન કરી શકાય છે કારણકે તેના ગુણવત્તા આકલનમાં સહાયતા કરવા ભારતીય વૈજ્ઞાનિકો અને ટૅક્નિશિયનોને નોકરી મળશે. હાલમાં, ભારતીય પ્રમાણપત્રવાળાં બીજનું પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ વગેરેમાં ખૂબ જ માન છે. આપણે બંને દેશોમાં રાજકારણની અસર પામ્યા વગર એક ક્ષેત્રમાં ઉત્તેજનનો અનુભવ કરવા તગડી વેપાર પ્રણાલિનું સર્જન કરવા પ્રયત્ન કરી શકીએ.
આજે ભારતીય અને પાકિસ્તાની બીજ ઉછેર કરનારાઓએ અન્ય દેશોમાં મળવું પડે અને વેપારની ચર્ચા કરવી પડે અથવા સરહદ પારનો વેપાર કરવા ત્રાહિત પક્ષ મારફતે જવું પડે છે. ભારતીય અને પાકિસ્તાનીઓએ બિનજરૂરી નાણાં ખર્ચવા પડે છે. આપણા બંને દેશો આ પરિસ્થિતિના લીધે બીજ પર કિંમત અને હેરફેરના ફાયદા ગુમાવી રહ્યા છે.

આપણે એ મગજમાં રાખવું પડે કે લગભગ ૭૦ વર્ષથી રાજકીય મતભેદો તો ચાલતા જ હતા, તેમ છતાં વેપાર અને વાણિજ્યનો આપણો ઇતિહાસ હજારો વર્ષથી ચાલ્યો આવે છે. ઉત્તર ભારતના લોકો અને ખાસ કરીને પંજાબ, રાજસ્થાન વગેરેના લોકો અગણિત વર્ષોથી બીજ સહિત માલનો વેપાર અને વિનિમય કરતા રહ્યા છે. વર્તમાન રાજકીય સરહદો આ ઇતિહાસનો અભાવ ધરાવે છે અને તેઓ આ વિસ્તારોમાં જે એકબીજા પર આર્થિક નિર્ભરતા છે તેનાથી વંચિત છે. શું આ સમય નથી કે બંને દેશો તેના તમામ નાગરિકોના હિત માટે વિચારે? આપણે યુરોપની તરફ જોવું જોઈએ જ્યાં કટ્ટર શત્રુઓ જેમ કે ફ્રાન્સ, જર્મની અને યુકે સદીઓથી એકબીજા સાથે લડતા રહ્યા, બંને બાજુએ લાખો લોકોને મારી નાખ્યા અને વર્તમાન યુગમાં તેઓ આર્થિક સંબંધોથી એક થયા છે. યુદ્ધ કરતાં વેપાર અને શાંતિ વધુ વ્યવહારુ છે અને આથી વેપારનું આયુષ્ય મર્યાદિત છે. એક વાર રાજકીય ગરમાગરમી ઓછી થશે ત્યારે બીજનો વેપાર પુનઃ શરૂ થશે. આપણે માત્ર આશા રાખી શકીએ કે સરકારો સામાન્ય સંબંધો માટે ઝડપ કરે અને બીજને આવશ્યક માલ તરીકે ગણે અને ભવિષ્યમાં પણ લોકહિતમાં બીજને પ્રતિબંધમાંથી મુક્ત રાખે. તેમના ખેડૂતોના હિતમાં ભારત-પાકિસ્તાન સંબંધોને આગળ લઈ જવા મોદી અને ઈમરાન સરકાર માટે આ જવલ્લે જ આવતી તક છે અને તેનાથી આ નવા વર્ષમાં કંઈક સારું કર્મ અને ‘દુઆ’ કમાઈ શકાય છે.

Intro:Body:

done

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.