ETV Bharat / bharat

મોટાઓની ભૂલોથી એક આખી પેઢીની જિંદગીઓ બરબાદ થશે, જાણો આ છે કારણ

ન્યૂઝ ડેસ્ક: પુખ્ત લોકો અત્યારે જે ભૂલો કરી રહ્યા છે, તેના માટે નવી પેઢીના બાળકો બહુ મોટી કિંમત ચૂકવવાં જઈ રહ્યાં છે. તેમણે અસહ્ય ઉષ્ણતામાનનો સામનો કરવો પડશે. જે તેમના આરોગ્યને ખૂબ જ નુકસાન પહોંચાડશે.

The Lancet
author img

By

Published : Nov 21, 2019, 3:54 PM IST

તાજેતરના એક અભ્યાસ પ્રમાણે, વિશ્વ ભરમાં આબોહવામાં થઈ રહેલા પરિવર્તનના કારણે ખાસ કરીને ભારતમાં બાળકોની એક આખી પેઢીને આપત્તિઓ સહન કરવી પડશે. તેમાં વધુમાં કહેવાયું છે કે, જો જીવાશ્મિમાંથી બનતા ઈંધણનો ઉપયોગ અને વૈશ્વિક તાપમાનને કાબૂ નહીં કરાય તો ખોરાકની અછત, રોગચાળો, પૂર અને ગરમ હવાઓ જોર પકડશે. આ તથ્યો આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ‘લેન્સેટ’ કાઉન્ટડાઉનના છે. જે દર વર્ષે 41 મહત્ત્વના સૂચકો પર પ્રગતિની ભાળ મેળવીને કરાતું વિશ્લેષણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બૅન્ક સાથે 35 અન્ય સંગઠનોના 120 નિષ્ણાતોએ આ વિશ્લેષણમાં ભાગ લીધો છે. અહેવાલ જાણિતી વિજ્ઞાન જર્નલ ‘લેન્સેટ’માં પ્રકાશિત થયો છે.

આબોહવા પરિવર્તન પર થયેલી પેરિસ સમજૂતી મુજબ જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નહીં થાય તો આવનારી પેઢીઓ તેમની કોઈ ભૂલ વગર સહન કરશે. અત્યારે આ અસર બાળકો અને શિશુઓ પર થશે તેમ કહેવાય છે. જો અત્યારની જેમ જ કાર્બન ઉત્સર્જન ચાલુ રહેશે તો બાળકોની વર્તમાન પેઢી તેઓ 71 વર્ષના થાય ત્યાં સુધીમાં વૈશ્વિક ઉષ્ણતામાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોશે. તાપમાનમાં વધારો અને વરસાદની બદલાયેલી ઢબથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના અનિયંત્રિત બનાવો બનશે. આજે વિશ્વની અડધી વસતિ આ રોગોની ઝપટમાં આવવાના જોખમનો સામનો કરી રહી છે. ફેફસા, હૃદય અને ચેતાને લગતી બીમારીઓનું જોખમ પણ વધશે. ગત ત્રણ દાયકામાં, બાળકોમાં ઝાડાના ચેપનો ગાળો બમણો થઈ ગયો છે.

હાલમાં નવજાતોને ભીષણ પૂર, લાંબા ચાલતા દુષ્કાળ અને અગ્નિકાંડોનો સામનો કરવો પડે તેવી ધારણા છે. સર્વે કરાયેલા 196 દેશો પૈકી 152 દેશોમાં વર્ષ 2001-04થી દાવાનળનો અનુભવ કર્યો હોય તેવા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દાવાનળથી જિંદગી, સંપત્તિ, આજીવિકા અને જમીનનો નાશ થાય છે. તેમજ શ્વસનને લગતા રોગો પણ થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં દાવાનળથી 2.1 કરોડ લોકોના જીવ ગયા છે. વિશાળ વસતિ, ગરીબી, કુપોષણ અને આરોગ્ય સુવિધામાં ભારે અસમાનતા; ભારત જેવા દેશો આબોહવા પરિવર્તનનાં ખરાબ પરિણામોનો સામનો કરવામાં પહેલા હશે.

લેન્સેટ વિશ્લેષણના નિષ્ણાતો પૈકીના એક પૂર્ણિમા પ્રભાકરને ઉમેર્યું કે, ભારતમાં ઝાડાથી થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2015માં હજારોનો જીવ લેનાર લૂ ભવિષ્યમાં સામાન્ય બનાવ થઈ જશે. વૈશ્વિક ગરમી આપણાં બાળકોનો જીવ લેશે. જો આપણે તરત જ પગલાં નહીં લઈએ તો ભવિષ્યની પેઢીઓની મુશ્કેલીઓ માટે આપણે જ જવાબદાર હોઈશું.

Intro:Body:

મોટાઓની ભૂલોથી એક આખી પેઢીની જિંદગીઓ બરબાદ થશે, જાણો આ છે કારણ

ન્યૂઝ ડેસ્કઃ પુખ્ત લોકો અત્યારે જે ભૂલો કરી રહ્યા છે તેના માટે નવી પેઢીનાં બાળકો બહુ મોટી કિંમત ચૂકવવાં જઈ રહ્યાં છે. તેમણે અસહ્ય ઉષ્ણતામાનનો સામનો કરવો પડશે જે તેમના આરોગ્યને ખૂબ જ નુકસાન પહોંચાડશે. 

તાજેતરના એક અભ્યાસ પ્રમાણે, વિશ્વ ભરમાં આબોહવામાં થઈ રહેલા પરિવર્તનના કારણે ખાસ કરીને ભારતમાં બાળકોની એક આખી પેઢીને આપત્તિઓ સહન કરવી પડશે. તેમાં વધુમાં કહેવાયું છે કે જો જીવાશ્મિમાંથી બનતા ઈંધણનો ઉપયોગ અને વૈશ્વિક તાપમાનને કાબૂ નહીં કરાય તો ખોરાકની અછત, રોગચાળો, પૂર અને ગરમ હવાઓ જોર પકડશે. આ તથ્યો આરોગ્ય અને આબોહવા પરિવર્તન પર ‘લેન્સેટ’ કાઉન્ટડાઉનનાં છે જે દર વર્ષે ૪૧ મહત્ત્વના સૂચકો પર પ્રગતિની ભાળ મેળવીને કરાતું વિશ્લેષણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બૅન્ક સાથે ૩૫ અન્ય સંગઠનોના ૧૨૦ નિષ્ણાતોએ આ વિશ્લેષણમાં ભાગ લીધો છે.  અહેવાલો જાણીતી વિજ્ઞાન જર્નલ ‘લેન્સેટ’માં પ્રકાશિત થયા છે. 

આબોહવા પરિવર્તન પર થયેલી પેરિસ સમજૂતી મુજબ જો વૈશ્વિક તાપમાનમાં ૨ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નહીં થાય તો આવનારી પેઢીઓ તેમની કોઈ ભૂલ વગર સહન કરશે. અત્યારે આ અસર બાળકો અને શિશુઓ પર થશે તેમ કહેવાય છે. જો અત્યારની જેમ જ કાર્બન ઉત્સર્જન ચાલુ રહેશે તો બાળકોની વર્તમાન પેઢી તેઓ ૭૧ વર્ષના થાય ત્યાં સુધીમાં વૈશ્વિક ઉષ્ણતામાનમાં ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોશે. તાપમાનમાં વધારો અને વરસાદની બદલાયેલી ઢબથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગના અનિયંત્રિત બનાવો બનશે. આજે વિશ્વની અડધી વસતિ આ રોગોની ઝપટમાં આવવાના જોખમનો સામનો કરી રહી છે. ફેફસા, હૃદય અને ચેતાને લગતી બીમારીઓનું જોખમ પણ વધશે. ગત ત્રણ દાયકામાં, બાળકોમાં ઝાડાના ચેપનો ગાળો બમણો થઈ ગયો છે. 

હાલમાં નવજાતોને ભીષણ પૂર, લાંબા ચાલતા દુષ્કાળ અને અગ્નિકાંડોનો સામનો કરવો પડે તેવી ધારણા છે. સર્વે કરાયેલા ૧૯૬ દેશો પૈકી ૧૫૨ દેશોમાં વર્ષ ૨૦૦૧-૦૪થી દાવાનળનો અનુભવ કર્યો હોય તેવા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દાવાનળથી જિંદગી, સંપત્તિ, આજીવિકા અને જમીનનો નાશ થાય છે તેમજ શ્વસનને લગતા રોગો પણ થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં દાવાનળથી ૨.૧ કરોડ લોકોના જીવ ગયા છે. વિશાળ વસતિ, ગરીબી, કુપોષણ અને આરોગ્ય સુવિધામાં ભારે અસમાનતા; ભારત જેવા દેશો આબોહવા પરિવર્તનનાં ખરાબ પરિણામોનો સામનો કરવામાં પહેલા હશે. 

લેન્સેટ વિશ્લેષણના નિષ્ણાતો પૈકીના એક પૂર્ણિમા પ્રભાકરને ઉમેર્યું કે ભારતમાં ઝાડાથી થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૧૫માં હજારોનો જીવ લેનાર લૂ ભવિષ્યમાં સામાન્ય બનાવ થઈ જશે. વૈશ્વિક ગરમી આપણાં બાળકોનો જીવ લેશે. જો આપણે તરત જ પગલાં નહીં લઈએ તો ભવિષ્યની પેઢીઓની મુશ્કેલીઓ માટે આપણે જ જવાબદાર હોઈશું. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.