ETV Bharat / bharat

31 ઓક્ટોબર: ઈન્દિરા ગાંધીની હત્યા, વલ્લભભાઈ પટેલનો જન્મ

નવી દિલ્હી: ફોલાદી ઈરાદા અને નિડર નિર્ણય લેનારા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબરની સવારે એમના સિખ બોડીગાર્ડે હત્યા કરી નાખી હતી. જ્યારે 31 ઓક્ટોબર 1875ના રોજ વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો.

author img

By

Published : Oct 31, 2019, 8:04 AM IST

31 ઓક્ટોબરનો ઈતિહાસ

ફોલાદી ઈરાદા અને નિડર નિર્ણય લેનાર દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબરની સવારે તેમના સિખ બોડીગાર્ડે હત્યા કરી નાખી હતી. ઈન્દિરા ગાંધીએ 1966થી 1977 દરમિયાન સળંગ 3 વખત દેશની કમાન સંભાળી હતી અને ત્યારબાદ 1980માં ફરી વડાપ્રધાનના પદ પર પહોંચી અને 31 ઓક્ટોબર 1984ના દિવસે એમની હત્યા કરવામાં આવી હતી.

દેશ-દુનિયાના ઈતિહાસમાં 31 ઓક્ટોબરના રોજ બનેલી ઘટનાઓ આ મુજબ છે:

  • 1875: વલ્લભભાઈ પટેલનો જન્મ
  • 1920: મુંબઈમાં ઓલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસનું શરૂઆતી સત્ર
  • 1941: લગભગ 15 વર્ષની મહેનત બાદ દક્ષિણ ડેકોલાના બ્લેક હિલ્સમાં માઉન્ટ રેશમોર નેશનલ મ્યુઝિયમનું કાર્ય પૂર્ણ થયું, ત્યાં અમેરિકાના 4 રાષ્ટ્રપતિ જાર્જ વોશિંગટન, થામસ જેફરસન, થિઓડોર રૂઝવેલ્ટ અને અબ્રાહિમ લિંકનના ચહેરા કોતરવામાં આવ્યા.
  • 1966: ભારતીય તરવૈયા મિહિર સેને પનામા કેનાલને તરીને પાર કરી હતી.
  • 1968: અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન બી જાનસને ઉત્તર વિએટનામમાં અમેરિકન બોમ્બ ધડાકા બંધ કરવા આદેશ આપ્યો.
  • 2003: મલેશિયામાં મહાતિર યુગનો અંત. વડાપ્રધાન મહાતિર મોહમ્મદે 22 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ પદ છોડ્યું.
  • 2006: દક્ષિણ આફ્રીકામાં રંગભેદ યુગના રાષ્ટ્રપતિ પી ડબ્લ્યૂ બોથાનું 90 વર્ષની ઉંમરે અવસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.