ETV Bharat / bharat

બાર્બીડોલને ટક્કર મારે એવી રાંચીની ઢીંગલી, બાળકોના દીલ પર કરશે રાજ...

બાર્બી ડોલથી આપણે બધા પરિચિત છીએ. 1959માં બાર્બી અમેરિકાની મેટલ કંપનીમાંથી બન્યા પછી બજારમાં આવી હતી અને બાળકોના દીલમાં વસી ગઇ હતી. 6 દાયકા બાદ પણ બાર્બી બાળકોના દિલ પર રાજ કરી રહી છે. ત્યારે આજે આપણે વાત કરીશું રાંચીની ઢીંગલીની, જે વિશ્વ વિખ્યાત બેબીડોલ (બાર્બી)ને ટક્કર આપી શકે તેમ છે.

Jharkhand
Jharkhand
author img

By

Published : Oct 30, 2020, 8:05 PM IST

  • રાંચીની ઢીંગલીઓમાં ભારતની સંસ્કૃતિ
  • 20 કલાકની મહેનત બાદ એક ઢીંગલી તૈયાર થાય છે.
  • સૃજન હેન્ડિક્રાફ્ટથી 25 મહિલાઓ ઢીંગલી બનાવી પોતાનું ઘર ચલાવે છે

ઝારખંડઃ રાંચીની ઢીંગલી બાર્બીથી કમ નથી. તે ભારતની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તે ક્યારેક રાધા કૃષ્ણના પ્રેમમાં ખોવાઈ જાય છે તો ક્યારેક ભગવાન રામ સાથે વનવાસ જતી સીતા બની જાય છે. તો કોઈ વાર ઝારખંડી પોશાકોમાં નૃત્ય કરતી જોવા મળે છે, તો વળી માથા પર ગાગર લઇ પાણી ભરવા જાય છે. આ ઢીંગલીની દુનિયામાં આપણી સંસ્કૃતિની જલક જોવા મળે છે. એકવાર તમે આ ઢીંગલીઓને જોઇ લેશો તો તમારા દીલમાં વસી જાશે.

રાંચી ઢીંગલીઓ બનાવા માટે કલાકો સુધી ઝીણવટપૂર્વક કામ કરવું પડે છે

ઢીંગલી બનાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. ઢીંગલીનું મહત્વનું તેનું માથું બનાવવા માટે ખાસ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તેને કુદરતી રંગોથી સજાવામાં આવે છે. ત્યાર બાદ બિંન્દી, બંગડીઓ અને કપડાથી શણગારે છે. આ રીતે, લગભગ 20 કલાક સતત મહેનત કર્યા બાદ ઢીંગલી તૈયાર કરવામાં આવે છે.

રાંચીની શોભાએ ક્રિએશન હેન્ડક્રાફ્ટ કંપની બનાવી છે, જેમાં લગભગ 25 મહિલાઓ ઢીંગલી બનાવી પોતાનું ઘર ચલાવી રહી છે.

સામાન્ય ઢીંગલીની કિંમત દોઢથી બે હજાર રૂપિયા છે

હાથથી બનાવામાં આવેલી આ ઢીંગલીની કિંમત લગાવી શકાય તેમ નથી. તેમ છતા આ સામાન્ય ઢીંગલીની કિંમત દોઢ થી બે હજાર રૂપિયા હોય છે. દેશ-વિદેશમાં રહેતા ભારતીય લોકો માટે ઢીંગલીઓ ખરીદી રહ્યા છે.

રાંચીની ઢીંગલીની પ્રશંસા વિદેશમાં પણ કરવામાં આવી રહી છે

આ હાથથી બનાવેલી અદ્દભૂત ઢીંગલીઓની પ્રશંસા વિદેશમાં થઈ રહી છે. રાંચીની ઢીંગલી લોકલ છે પરંતુ તે વોકલ જરૂર બની શકે છે. જો કે, આવી સુંદર ઢીંગલી જોયા પછી બાળકો હવે કહેશે. સાત સમુંદર પાસે નહી. રાંચીની બજારથી રાંચીની ઢીંગલી લાવો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.