ઝુંઝુનુ : દારૂના ઠેકા પર ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવા ખેતડીનગર પોલીસ બહરોડ પાસે ગઇ હતી. જો કે કેટલાક યુવાનોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી જાણવા મળ્યું હતું કે, તેણે એક મહિના પહેલા દારૂના ઠેકા પર ફાયરિંગ માટે હથિયાર ઉપલ્બધ કરાવ્યા હતા.
Dsp વિજય કુમારે જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા દારૂના ઠેકા પર ફાયરિંગ થવાની માહીતી મળી હતી. જે બાદ આરોપીની ધરપકડ કરવા માટે ત્રણ ટીમની રચના કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના માહિતી મળી હતી કે, આરપી બહરોડ નજીક આવેલા નાંગલ ખોડિયા સિરવા તિરાયા જશે અને ત્યારે એક સફેદની બોલેરો નંબર વગરની કાર ત્યાથી પસાર થશે. પોલીસે માહીતી મુજબ વોચ ગોઠવી રાખી હતી અને જેમ કાર પસાર થઇ પોલીસે બોલરોમાં સવાર યુવકો પોલીસને જોઇ ભાગવાની કોશિશ કરવા લાગ્યા હતા.
જે બાદ પોલીસની ટીમે બોલેરોનો પીછો કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવમાં યુવકો દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન તેનું નામ રાહુલ ઉર્ફ રોમિયો નામ જણાવ્યું હતું જે નારેડાનો રહેવાસી છે. દારૂના ઠેકા પર ફાયરિંગ માટે હથિયાર આરોપી રાહુલે ઉપલ્બધ કારાવ્યા હતા.