કેરળઃ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી વિમાન દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન હેઠળ દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી ગયું હતું. જેથી વિમાનના બે ટૂકડા થઈ ગયાં હતાં. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું. જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. આ વિમાન અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો, પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી નહોતી, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે હવે બાળકીના માતા-પિતાની મુલાકાત થઈ ગઈ છે.
દુબઈથી આવી રહેલા વિમાનમાં મોટાભાગના લોકો પરિવાર સાથે સવાર હતા. હાલમાં નિયમિત વિમાન સેવા બંધ હોવાથી વંદે ભારત મિશન હેઠળ ચલાવાતી વિમાની સેવાનો લોકો લાભ લઈ રહ્યાં છે. જો કે, આ અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો, પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી શક્યા નહોતા. હવે મળતી માહિતી પ્રમાણે હવે બાળકીના માતા-પિતાની મુલાકાત થઈ ગઈ છે.
આ વિમાન દુર્ઘટના દરમિયાન ઘટના સ્થળ પરથી સિવિલ પોલીસ અધિકારી સાબીર અલીએ બાળકને હોસ્પિટલમાં ખસેડ્યું હતું. શરૂઆતમાં આ બાળકના માતા-પિતા મળી આવ્યા નહોતા. જેથી માતા-પિતાને શોધવા માટે મીડિયાના માધ્યમથી બાળકની એક તસવીર જાહેર કરવામાં આવી હતી. આ નોંધ સાથે બાળકનો ફોટો અને સંપર્ક ફોન નંબર પણ હતો. આ બાળકની તસવીર જોયા બાદ હોસ્પિટલમાં દાખલ બાળકના માતા-પિતાએ જાણ કરી હતી, ત્યારબાદ બાળકનું માતા-પિતા સાથે મિલન થયું હતું.
મહત્વનું છે કે, આ પ્લેનનું રન વે પર ક્રેશ લેન્ડિંગ થયું હતું. જ્યાં વિઝિબિલિટી 2000 મીટર હતી. જેથી રન વે નંબર 10 પર પ્લેન લપસીને આગળ ગયું અને ખાઇમાં પડી ગયું હતું. આ ઘટના બાદ પ્લેનમાં આગ નહોતી લાગી, કારણ કે તે સમયે વરસાદ વધુ પડી રહ્યો હતો. આ પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. હાલ બધા ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 19 લોકોના મોત થયાં છે.