નવી દિલ્હી 19 જૂનથી 28 જૂન સુધી લગાતાર 10 દિવસ સુધી દિલ્હીમાં દરરોજ કરીબ 3 હજાર થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં હતા, પરંતુ 29 જૂનથી કોરોનાના કેસમાં જરૂર ઘટાડો આવ્યો છે. 29 જૂને 2084 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 30 જૂને 2199 નવા કેસ આવ્યા હતાં. 1 જૂનના રોજ 2442 નવા કેસ આવ્યાં છે જેથી દિલ્હીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 89,802 સુધી પહોંચી ગઇ છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 59,992 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. દિલ્હીમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 66.80 ટકા સુધી પહોચી ગયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 27,007 છે. આ એક્ટિવ દર્દીઓમાંથી 16,703 દર્દીઓ પોતાના ઘરે જ હોમ આઇસોલેશનમાં છે.
દિલ્હીમાં કોરોનાથી દરરોજ 60 થી 65 લોકોના મૃત્યું થઇ રહ્યા છે. 1 જૂનના રોજ રાજ્યમાં કોરોનાથી 61 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મરનારાની સંખ્યા 2803 સુધી પહોંચી ગઇ છે.