ETV Bharat / bharat

ચેપી રોગો સામેનું માસ્ક !

એક તરફ વિશ્વભરમાં 4,25,000 લોકો કોરોના વાયરસથી સંક્રમીત થયા છે અને 13,700 લોકોએ કોરોના વાયરસને કારણે જીવ પણ ગુમાવ્યો છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો વાયરસને ફેલાતો રોકવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે એવામાં ચોમાસાના આગમનને કારણે વાતાવરણમાં આવતા કુદરતી બદલાવો પણ સત્તાધીશો અને અધિકારીઓને ચીંતામાં મુકી રહ્યા છે.

author img

By

Published : Jun 25, 2020, 6:56 PM IST

etv bharat
etv bharat

હૈદરાબાદ : કારણ કે આ ઋતુમાં આ પ્રકારની બીમારીઓ તક મળતા જ ઝડપથી લોકોમાં ફેલાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે સંસદને સોંપવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ગત વર્ષે નોંધાયેલા સ્વાઇન ફ્લુ (H1N1) ના કેસ કરતા આ વર્ષે બમણા કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લુના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને તમીલનાડુમાં નોંધાયા છે. દેશમાં અન્ય ચેપી રોગોનો ફેલાવો શરૂ થઈ ગયો છે અને એક અભ્યાસ પ્રમાણે માત્ર કન્ટેઇનમેન્ટ અને કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવાને કારણે અને અન્ય રસીકરણ અને ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની અવગણના કરવાને કારણે એવી પરીસ્થીતિનું નિર્માણ થયુ છે કે હવે સામાન્ય ચેપી રોગ પણ કોરોના વાયરસ જેવી મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે અથવા અન્ય કોવીડ આગામી દીવસોમાં સીઝનલ ડીસીઝ બની શકે છે. ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, ચીકનગુનીયા, મેલેરીયા, ડાયેરીયા, ટાઇફોઇડ, વાયરલ ફીવર, કોલેરા, મેનિન્જાયટીસ, કમળો જેવા રોગો થવા ખુબ સામાન્ય બાબત છે અને આ રોગો જીવલેણ બીમારીઓનું સ્વરૂપ પણ લઈ શકે છે.

કોરોના વાયરસના લક્ષણો ધરાવતા લોકોમાં ખુબ સામાન્ય એવા ડેન્ગ્યુના લક્ષણો પણ દેખાયા હતા અને આ પ્રકારના કિસ્સાઓ મુંબઈમાં નોંધાયા હતા. તાવ, શરદી અને ઉધરસના લક્ષણો કે જે કોરોના વાયરસના પણ લક્ષણો તે એ દેશોના લોકોમાં પણ ભય ફેલાવી રહ્યા છે કે જ્યાં આ લક્ષણો સામાન્ય અને ઋતુગત છે. પાંચ અઠવાડિયા પહેલા પ્રાઇમ મીનીસ્ટરે સુચવ્યુ હતુ કે, ચોમાસાની ઋતુ સંપુર્ણપણે શરૂ થવાની છે ત્યારે બિન-કોરોનાના રોગોની નાબુદી માટે આપણી આરોગ્ય પ્રણાલીને મજબુત અને તૈયાર કરવી જોઈએ. એક તરફ કોવીડ કેસના આંકડા વધી રહ્યા છે તો બીજી તરફ ઝેરી તાવના કેસ સરકારો માટે એક પડકાર સમાન બની રહ્યા છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે અનુભવ્યુ હતુ કે દુષિત પાણી, હવા અને ખોરાકથી તેમજ જંતુઓથી થતા રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયા, ડાયેરીયા, કમળો અને ટાઇફોઇડ જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે આરોગ્યની ખુબજ અદ્યતન તક્નીક સ્થાપિત કરવાની તાતી જરૂર છે. રાષ્ટ્રીય આરોગ્ય મીશન પહેલેથી જ સંકેત આપી ચુક્યુ છે કે નોન-ક્લીનીકલ સેક્ટરના ફીઝીશીયન કે જેઓ જાહેર આરોગ્યને લગતી ડીગરી પુર્ણ કરી રહ્યા છે તેમને જવાબદારીઓ સોંપવાથી ચેપી રોગોને ફેલાતો પણ અટકાવી શકાય છે તેમજ હાયપરટેન્શન અને ડાયાબીટીઝ જેવા રોગોને કાબુમાં લઈ શકાય છે.

હાલમાં Covid-19ની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે કાલા-અઝર અને ફિલેરીયા જેવી અન્ય કેટલીક બીમારીને જડમૂળથી નાબુદ કરવાના અભિયાનને કેટલીક સરકારોએ બાજુ પર રાખ્યો છે. આજે પણ ટીબીના વાર્ષિક ચાર મીલિયન કેસ નોંધાઈ રહ્યા છે તેમજ મેલેરીયા પણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ (GDB મેગેઝીન) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં નોંધવામાં આવ્યુ હતુ કે ભારતમાં એક દીવસમાં 11,000 હજાર લોકો જીવલેણ બીમારીઓની યાદીમાંની પહેલી પાંચ બીમારીઓના ભોગ બને છે. તેલંગાણા હાઇકોર્ટે નોંધ્યુ હતુ કે રાજ્યમાં ડેન્ગ્યુના હજારો કેસ નોંધાયા હતા અને એ સમયે તેલંગાણા હાઇકોર્ટે ટકોર કરી હતી કે મૃતકોને વહેલામાં વહેલુ વળતર આપવુ જોઈએ તેમજ મૃત્યને રોકવા માટે તાત્કાલીક ધોરણે પગલા લેવા જોઈએ. એ હકીકત છે કે રોગચાળાની ઋતુની શરૂઆત થાય તે પહેલા મચ્છરોના ઉત્પતિ કેન્દ્રોને નાબુદ કરવા અને પર્યાવરણની શુદ્ધી માટેના પગલા લેવા ખુબ જરૂરી છે.

સરકારી હોસ્પીટલોમાં ડૉક્ટર અને નર્સીંગ સ્ટાફની અછત એ પણ એક કડવી હકીકત છે. જો કે કોરોના વાયરસથી બચવા માટેની ખુબ જરૂરી આદતો જેવી કે હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા પગલા સુરક્ષા પુરી પાડી શકે છે તેમ છતા આપણી એ જવાબદારી છે કે આપણે આપણી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખીએ અને તેને મચ્છરના ઉત્પતિ કેન્દ્રો ન બનવા દઈએ. સ્વચ્છતાનો આ એક એવો નિયમ છે જેને આપણે સૌએ ભુલ્યા વીના વળગીને રહેવાનું છે !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.