ETV Bharat / bharat

8 પોલીસ કર્મીની હત્યાના કેસના તપાસનીય અધિકારીને કેસ પરથી હટાવાયા - વિકાસ દુબે એન્કાઉન્ટર

2 અને 3 જૂલાઇની રાત્રે બિકરૂ ગામમાં વિકાસ દુબે અને તેના સાગરીત દ્વારા પોલીસ સાથેની અથડામણમાં 8 પોલીસ કર્મચારીઓના મોતની તપાસ હવે રેલ બજાર ઇન્સ્પેક્ટર દબિઘલ તિવારી કરશે. આ પહેલા નવાબગંજ ઇન્સ્પેક્ટર આ પૂરી ઘટનાની તપાસ કરી રહ્યાં હતાં, તેને આ કેસ પરથી હટાવીને હવે રેલ ઇન્સ્પેક્ટર શહીદ થયેલા કર્મીની હત્યા અને હુમલા મામલે દાખલ થયેલી FIRની તપાસ કરશે.

8 પોલીસ કર્મીની હત્યાના કેસના તપાસનીય અધિકારીને કેસ પરથી હટાવાયા

author img

By

Published : Jul 15, 2020, 3:08 PM IST

કાનપુર: વિકાસ દુબે અને તેના સાગરીત દ્વારા બિકરૂ ગામમાં 2 જૂલાઇની રાત્રે થયેલી અથડામણમાં 8 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતાં. આ સમગ્ર ઘટના બાદ 8 પોલીસ કર્મીની હત્યા મામલે દાખલ થયેલી FIRની તપાસ નવાબગંજ ઇન્સ્પેક્ટર રમારકાંત પચોરી કરી રહ્યાં હતાં. આ સમગ્ર મામલે દિવસે દિવસે બિકરૂ હત્યાકાંડમાં નવા-નવા વણાંક સામે આવી રહ્યાં છે. જેમાં હવે એક વધુ નવો વણાંક સામે આવ્યો છે. આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીને હટાવીને તેના બદલે કેસની તપાસ રેલ ઇન્સ્પેક્ટર દબિઘલ તિવારીને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, 2 અને 3 જૂલાઇના રોજ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ વિકાસ દુબે અને તેના સાગરીતોને પકડવા માટે ગઇ હતી. જેમાં વિકાસ દુબેના સાગરીત અને પોલીસ વચ્ચે ધમાસાણ સર્જાયું હતું. આ ધમાસાણમાં 8 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા, જ્યારે 5 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતાં. આ સમગ્ર મામલામાં વિકાસ દુબે સહિત તેના સાગરીતોના એન્કાઉન્ટરમાં મોત થયા છે. આ વચ્ચે દાખલ થયેલી FIR મામલે તપાસનીય અધિકારીને કેસ પરથી દુર કરી અને તેના સ્થાને રેલ ઇન્સપેક્ટરને તપાસ સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.